Rajasthan Budget 2023: ત્રણ મિનિટ સુધી ગેહલોતે ગત વર્ષનું વાંચ્યું બજેટ, ગૃહમાં બાલ્યો ‘સોરી’
Rajasthan Budget 2023: રાજસ્થાનનું બજેટ રજૂ કરી રહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતને શુક્રવારે ખૂબ અસહજ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.તેમણે શરૂઆતમાં 3 મિનિટ સુધી ગત વર્ષનું જુનુ બજેટ વાચ્યું.
Rajasthan Budget 2023: રાજસ્થાનનું બજેટ રજૂ કરી રહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતને શુક્રવારે ખૂબ અસહજ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.તેમણે શરૂઆતમાં 3 મિનિટ સુધી ગત વર્ષનું જુનુ બજેટ વાચ્યું.
રાજસ્થાનનું બજેટ રજૂ કરી રહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતને શુક્રવારે ખૂબ અસહજ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. , તેમણે બજેટ ભાષણ દરમિયાન શરૂઆતની ત્રણ મિનિટ સુધી ગત વર્ષનું જુનુ બજેટ વાંચ્યું હતું. અગાઉના બજેટમાં ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના અમલમાં મુકાઈ હોવા છતાં આ બજેટ ભાષણમાં ફરીવાર વાંચવામાં આવ્યું હતું. સભ્યોને આ વાતની જાણ થતાં મુખ્યમંત્રીને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ પછી મુખ્યમંત્રી ગેહલોતે બજેટ ભાષણ અટકાવી દીધું હતું અને સોરી કહ્યું હતું. .
બીજી તરફ મુખ્યમંત્રીની આ ભૂલને બેદરકારીનો મુદ્દો બનાવીને વિપક્ષે ગૃહમાં ભારે હોબાળો શરૂ કર્યો હતો. જ્યારે મુખ્યમંત્રીને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે આખા ગૃહમાં પોતાની ભૂલ માટે માફી માંગી હતી. જો કે બાદ પણ વિપક્ષ શાંત થયા ન હતા. વિપક્ષના હંગામાને જોઈને સ્પીકરે સૌને શાંતિ જાળવવા અપીલ કરી હતી સ્પીકરે શાંતિ ન જળવાતા અડધા કલાક માટે સત્ર સ્થગિત કરી દીધું અને બહાર નીકળી ગયા હતા.
બજેટ દરમિયાન પ્રથમ વખત ગૃહમાં સત્ર સ્થગિત કરવામાં આવ્યું
રાજસ્થાનમાં બજેટ દરમિયાન ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની આ પ્રથમ ઘટના છે. અશોક ગેહલોતની ભૂલ બાદ વિપક્ષે ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. સ્પીકરના વારંવારના અનુરોધ બાદ પણ વિપક્ષના નેતા સંમત ન થતા સ્પીકરે ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરી દીધી હતી.
વિપક્ષના નેતાએ બજેટ લીક કરવાનો આરોપ લગાવ્યો
આ સમગ્ર ઘટનાક્રમ પર રાજસ્થાનના વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું છે કે, આ બજેટ રજૂ કરી શકાય તેમ નથી, કારણ કે આ બજેટ તેની રજૂઆત પહેલા જ લીક થઈ ગયું છે.
Jamnagar: વિવાદાસ્પદ ભાષણ મામલે વિરમગામના MLA હાર્દિક પટેલ નિર્દોષ જાહેર
જામનગરઃ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક પર ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરના ધુતારપુરમાં ચાર નવેમ્બર, 2017માં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ધુતારપુર સભામા વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામા આવ્યો હતો.
4 નવેમ્બર 2017માં તત્કાલિન પાસ કન્વિનર હાર્દિક પટેલ અને કન્વિનર અંકિત ઘાડિયાએ જામનગરના ધુતારપુર-ધૂળશિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં હાર્દિક પટેલે વિવાદીત નિવેદન કર્યું હતું. ત્યારબાદ જામનગરના પંચકોશી એ ડિવીઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ જામનગરની એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિક પટેલ અને અંકિત ઘાડિયાને નિર્દોષ જાહેર કરતો હુકમ કર્યો છે.