Rajkot Game Zone Fire LIVE : રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 32 લોકોના મોત, મૃતદેહ ઓળખવા બન્યા મુશ્કેલ
રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 24ના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે.
LIVE

Background
સ્વજનોના સેમ્પલિંગ લેવાયા
માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. DNA ટેસ્ટ બાદ જ મૃતદેહોની ઓળખ થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.
અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો
રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આ લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 32 લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 32 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. 32 લોકોના મોતથી સમગ્ર રાજકોટ શહેર હિબડે ચડ્યું છે.
SITની રચના કરવામાં આવી
આઈપીએસ સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ SITની રચના કરવામાં આવી છે. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર પણ SITમાં સામેલ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે SIT ના સભ્યો રાજકોટ જવા રવાના થઈ ગયા છે. જો કે, હજુ સુધી આ આગ ક્યા કારણે લાગી તેની માહિતી સામે આવી નથી.
રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું
राजकोट, गुजरात में एक मॉल के गेमिंग ज़ोन में लगी भयंकर आग से मासूम बच्चों समेत कई लोगों की मृत्यु का समाचार बहुत ही पीड़ादायक है।
— Rahul Gandhi (@RahulGandhi) May 25, 2024
सभी शोकाकुल परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। सभी घायलों के जल्द से जल्द स्वस्थ होने की आशा करता हूं।
कांग्रेस कार्यकर्ताओं से अनुरोध…
રાજકોટના કોઈ વકીલ આરોપીઓના કેસ લડશે નહી
રાજકોટમાં અગ્નિકાંડને લઈ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના કોઈ વકીલ આરોપીઓના કેસ લડશે નહી. આરોપીઓનો કેસ ન લડવા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
