શોધખોળ કરો

રાજકોટઃ આજી નદીમાં આવ્યા ઘોડાપૂરઃ નદી પર આવેલો કયો પૂલ તૂટી ગયો? જાણો વિગત

નદીમાં પૂરને પગલે રામનાથ મહાદેવ મંદિર પર જવાનો પુલ તૂટી ગયો છે. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો છે.

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે રાજકોટની આજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પૂરને પગલે રામનાથ મહાદેવ મંદિર પર જવાનો પુલ તૂટી ગયો છે. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો છે. લોકો પણ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. જોકે, મંદિર પર પોલીસ બંદોબસ્ત મુકી દેવાયો છે. જેથી લોકો આવે નહીં. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા છત્રાસા ગામે આભા ફાટ્યું હતું. છત્રાસા ગામે માત્ર ત્રણ જ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. રાજકોડ અને જૂનાગઢ બોર્ડર પર આવેલા ગામડાંઓમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એક નાનકડા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોરાજીના છત્રાસા ગામે રવિવારે આભા ફાટ્યું હતું. છત્રાસામાં માત્ર ત્રણ કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં અને ચારે બાજુ પાણી જ પાણી જોવા મળતું હતું. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતાં. રવિવારે પડેલા ધોધમાર વરસાદને પગલે છત્રાસા આખું ગામ પાણી પાણી થઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાં મેઘસવારી યથાવત રહી હતી અને 74 તાલુકા મથકોએ અડધાથી છ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે મોરબી જિલ્લાનાં આમરણ ચોવિસી પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઈંચ જેવા વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિસાવદર અને ગીરગઢડામાં મુશળધાર છ ઈંચ તો મોરબી અને ધોરાજી પંથકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માળીયા હાટીના, માંગરોળ, માણાવદર, હળવદ, માળીયા મિંયાણા, તાલાલા, ધ્રાંગધ્રામાં ચાર ઈંચ તો ગોંડલ, જૂનાગઢ, જોડિયા, રાજુલા, ઉના, કોડિનાર, ખંભાળિયા, પોરબંદર, લીંબડીમાં ત્રણ ઈંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget