(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Jayanti Sardhara attack news: મવડીમાં પાર્ટી પ્લોટમાં બની ઘટના, પીએસઆઈ સંજય પાદરીયા સામે આક્ષેપ
Khodaldham and Sardar Dham dispute: શહેરના મવડી વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલાની ઘટના બની છે. આ હુમલામાં જયંતિ સરધારાને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને હાલમાં ગિરિરાજ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. મળતી માહિતી મુજબ, આ હુમલો ખોડલધામ સાથે સંકળાયેલા પીએસઆઈ સંજય પાદરીયા દ્વારા કરવામાં આવ્યો હતો. જયંતિ સરધારા સરદાર ધામના ઉપપ્રમુખ બનતાં જ આ હુમલો થયો હોવાની શંકા સેવાઈ રહી છે.
જયંતિ સરધારાએ આરોપ લગાવ્યો છે કે, સંજય પાદરીયાએ તેમના પર હથિયાર વડે હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ સરદાર ધામના ઉપપ્રમુખ બન્યા હોવાથી આ હુમલો થયો છે.
આ ઘટનાને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અનેક આગેવાનો ગિરિરાજ હોસ્પિટલ પહોંચીને જયંતિ સરધારાને મળ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
જયંતિભાઈ સરધારાનું નિવેદન નરેશભાઈ પટેલ ના ઇશારે મારા પર પીઆઇ સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ખોડલધામ અને સરદાર ગામના વિવાદના કારણે આ હુમલો થયો છે. મને કહેવામાં આવ્યું કે તું શા માટે સરદાર ગામનો ઉપપ્રમુખ બન્યો. ત્યારબાદ મારી ઉપર હુમલો કર્યો છે.