Rajkot: ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોડી રાત્રે યોજ્યો વીઆઈપી દરબાર, વિજય રૂપાણીએ લીધા આશીર્વાદ
Dhirendra Shastri: બાબાએ કહ્યું હતું કે વીઆઈપી દરબાર નહીં યોજાય. તેમ છતાં મોડી રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાયો ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો.
Rajkot News: બાગેશ્વરધામના પીઠાધીશ્વર હાલ ગુજરાત મુલાકાતે છે. હાલ તેમનો રાજકોટમાં મુકામ છે. ગઈકાલે બાબાએ કહ્યું હતું કે વીઆઈપી દરબાર નહીં યોજાય. તેમ છતાં મોડી રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાયો ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રેસકોર્ષનો દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે આયોજક સમિતિના સભ્યોના સગા સબંધીઓ માટે દરબાર યોજાયો હતો.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. રૂપાણી સહિત ભાજપના નેતાઓ બાગેશ્વરધામના શરણે પહોંચ્યા હતા. પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુક્લ પણ વિજય રૂપાણી સાથે જોવા મળ્યા હતા.
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર વિવાદમાં
રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. દિવ્ય દરબારનો પ્રથમ દિવસ વિવાદમાં આવ્યો છે. દરબારમાં પ્રસાદીની ખુરશીના ભાવ-તાલના બોર્ડ લાગ્યા હતા. પૈસા આપો અને ખુરશી બુક કરોના બોર્ડ લાગ્યા હતા. પ્રસાદીની ખુરશીના ભાવ 350થી 450 રૂપિયા રાખવામાં આવ્યા છે. રાજકોટ ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ દિવ્ય દરબારમાં કહ્યું હતું, જીવન જીવવાની કળા લોકોએ રાજકોટવાસીઓ પાસેથી શીખવી જોઈએ. બપોરે 2 થી 5 રાજકોટમાં શ્વાન પણ બહાર નીકળતું નથી. મને રાજકોટ ગમી ગયું છે. બાબાએ કહ્યું કે, જીવવાનું શીખવું હોય તો કુછ દિન ગુજારો રાજકોટ મે. રામ રક્ષા સ્તોત્રની પંક્તિઓનું પઠન કરી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિવ્ય દરબારની શરૂઆત કરી હતી. દિવ્ય દરબાર ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી નારો લગાવ્યો હતો કે,ખૂન હમારા ગરમ હૈ ક્યોંકિ હમ ગરમ હૈ, પાગલો તમને ગર્વ થવો જોઈએ કે તમે હિન્દુ છો. તમે સનાતની છો. સનાતનીઓએ એક થવું પડશે. એક દિવસ માટે બે દિવસ માટે નહિ પરંતુ કાયમી માટે એક થવું પડશે ત્યારે હિન્દુ રાષ્ટ્ર બનશે.
હિન્દુઓને શાસ્ત્રની સાથે શસ્ત્ર, માલાની સાથે ભાલા રાખવા આહવાન
રાજકોટના રેસકોર્સ મેદાનમાં ગુરુવારે સાંજે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજાયો તે પહેલા તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માંગ દોહરાવીને કહ્યું કે આમ થશે. તો રામયાત્રા ઉપર, હિન્દુ ઉપર, આપણી પ્રાચીન સંસ્કૃતિ ઉપરના હુમલા અટકશે, લવજેહાદ અટકશે અને સાથે અન્ય ધર્મના લોકો પણ પોતાનો ધર્મ શાંતિથી ઉજવી શકશે. કારણ કે હિન્દુ રાષ્ટ્ર એવી શાસન વ્યવસ્થા છે જેમાં દરેક ધર્મ પ્રતિ સમભાવ હોય છે.
અમુક ધર્મના લોકો હિન્દુઓને ધર્માંતરણ કરાવતા હોવા મુદ્દે કહ્યું કે, આ દુષ્પ્રવૃતિ એટલે થાય છે કે હિન્દુઓ એક નથી, ધર્માંતરણ કરાવનારાની નહીં આપણી ભૂલ છે, આપણે તેમની વાતમાં આવવું ન જોઈએ. તેમણે હિન્દુઓને શાસ્ત્રની સાથે શસ્ત્ર, માલાની સાથે ભાલા રાખવા આહવાન કર્યું હતું. 2024 ચૂંટણી અન્વયે ભાજપ તમને આગળ કરે છે, ભાજપ, સંઘની ભાષા બોલો છો તે અંગે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે નેતાઓ પર હું કશું બોલવા માંગતો નથી, કોંગ્રેસ,ભાજપ સહિત તમામ પક્ષો અમારા સેવકો છે.