શોધખોળ કરો
ગુજરાતમાં પેટાચૂંટણીમાં પ્રચારમાં જોડાયેલા ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
ભાજપના નેતા, પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ભરત બોધરા કોરોના સંક્રમિત થયા છે. પેટાચૂંટણીમાં તેઓ ભાજપના પ્રચારમાં જોડાયા હતા.
![ગુજરાતમાં પેટાચૂંટણીમાં પ્રચારમાં જોડાયેલા ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત BJP leader Bharat Boghara found corona positive after by poll of Gujarat ગુજરાતમાં પેટાચૂંટણીમાં પ્રચારમાં જોડાયેલા ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/04175001/Bharat-Boghara.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ગઈ કાલે જ 8 વિધાનસભાની પેટાચૂંટણી માટેનું મતદાન થયું છે. ત્યારે ભાજપના નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ નેતાએ પેટાચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. ગઈ કાલે કોંગ્રેસના એક ધારાસભ્યને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમણે પણ પેટાચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, ભાજપના નેતા, પૂર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષ ભરત બોધરા કોરોના સંક્રમિત થયા છે. પેટાચૂંટણીમાં તેઓ ભાજપના પ્રચારમાં જોડાયા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે અને જણાવ્યું છે કે, મને કોરોના (COVID-19) ના સામાન્ય લક્ષણો જણાતા આજ રોજ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવેલ, જેનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલ છું અને મારી તબીયત સંપૂર્ણ રીતે સારી છે. છેલ્લા અઠવાડીયામાં મારા સંપર્કમાં આવેલ લોકોને સ્વેચ્છાએ ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું, જેથી સંક્રમણને વધુ ફેલાતા અટકાવી શકાય.
નોંધનીય છે કે, ગઈ કાલે કોંગ્રેસના ચોટિલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પેટા ચૂંટણી દરમિયાન અનેક લોકોના સંપર્કમાં ધારાસભ્ય ઋત્વિક મકાવાણા આવ્યા છે. જે લોકો સંપર્કમાં આવ્યા તેઓએ કોરોના ટેસ્ટ કરવા વિનંતી કરી છે.
ઋત્વિક મકવાણાએ આ અંગે જાતે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, આજે કોરોના પોઝિટિવ આવ્યો છે. તબિયત સારી છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી લેવા વિનંતી.
મને કોરોના (COVID-19) ના સામાન્ય લક્ષણો જણાતા આજરોજ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવેલ જેનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. હાલ હું હોમ... Posted by Dr. Bharat Boghara on Tuesday, 3 November 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)