શોધખોળ કરો

Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું પદ જોખમમાં, ગમે ત્યારે થઈ શકે છે મોટી જાહેરાત

Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું પદ જોખમમાં હોવાની વાત સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા કાયમી અને ઇન્ચાર્જ ડીનની યાદી મંગાવવામાં આવી છે. આગામી કોઈપણ સમયમાં નવા ઇન્ચાર્જ કુલપતિની જાહેરાત થઇ શકે છે.

Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું પદ જોખમમાં હોવાની વાત સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા કાયમી અને ઇન્ચાર્જ ડીનની યાદી મંગાવવામાં આવી છે. આગામી કોઈપણ સમયમાં નવા ઇન્ચાર્જ કુલપતિની જાહેરાત થઇ શકે છે. જેમાં નીલામ્બરીબેન દવે, સંજય ભાયાણી, મયુરસિંહ જાડેજા, દેવાંગ પારેખ અને આર કે દવેના નામ મોકલાયા છે. યુનિવર્સિટીમાં વિવાદોની હારમાળા યથાવત રહેતા ઇન્ચાર્જ કુલપતિને તાત્કાલિક હટાવવાનો નિર્ણય થઇ શકે છે.

 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રુપિયા

ગાંધીનગર: ગુજરાત સરકારે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપની યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. ધો.9 અને 10ના અભ્યાસ માટે વાર્ષિક રૂ. 20,000 મળશે. ધો.11 અને 12ના અભ્યાસ માટે વાર્ષિક રુપિયા 25000ની સ્કોલરશીપ અપાશે. ધો. 1થી8ના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે.

શરદ પનોતના લેપટોપમાંથી મળ્યા ચોંકાવનારા ડોક્યુમેન્ટ

ભાવનગર: શહેરમાં બહાર આવેલા વ્યાપક ડમીકાંડના તાર હવે અન્ય જિલ્લાઓમાં પણ પહોંચ્યા છે. ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોતના લેપટોપમાંથી વર્ષ 2022માં લેવાયેલી બિન સચિવાલય કલાર્ક અને હેડ કલાર્કની પરીક્ષાના કેટલાક ઉમેદવારોની હોલ ટીકીટ, ફોટા અને અન્ય ડોક્યુમેન્ટ મળ્યા છે. આ ઉમેદવારોમાં અમરેલીના જેસંગપરાના 3 ઉમેદવારની વિગતો અને બનાસકાંઠાના દાંતીવાડાના 1 ઉમેદવારની માહિતી મળી છે. માહિતી ચકાસવા ભાવનગર પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી અસલ ડોક્યુમેન્ટ મેળવ્યા છે. પરિણામે હવે એ ખુલાસો થયો છે કે, વ્યાપક ડમીકાંડના તાર ભાવનગર સિવાય અમરેલી અને બનાસકાંઠા જિલ્લા સુધી પહોંચ્યા છે.

તાપીમાં ભાજપના પોસ્ટર લગાવી રહેલા ઈસમોને માર મારવામાં આવ્યો

તાપી: વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ભાજપના પોસ્ટર લગાવતા ઈસમોને માર મારવામાં આવ્યો છે. માર મારવાના મામલે વ્યારા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગામીત વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના પોસ્ટર ફાડવા અને સરકારી નુકશાન થવાની સંભાવના અને ૫ વ્યક્તિને માર મારવા તેમજ અને ધાકધમકી આપવાનો ગુનો રાહુલ ગામીત સામે દાખલ થયો છે. આરોપીએ ભાજપના પોસ્ટર પણ સળગાવ્યા હતા.

રાજકોટમાં ટ્રાવેલ્સે બાઈકને ટક્કર મારતા 12 વર્ષના કિશોરનું કરુણ મોત

રાજકોટ: શહેરમાં અકસ્માતની એક ગોજારી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ટ્રાવેલ્સની અડફેટે કિશોરનું મોત થયું છે. રાજકોટના ઇન્દિરા સર્કલ ઓવરબ્રિજ પર ધનવિર ટ્રાવેલ્સની અડફેટે 12 વર્ષના કિશોરનું મોત થતા અરેરાટી મચી ગઈ છે.  મૃતકનું નામ ઉદયરાજસિંહ વિરલસિંહ ચુડાસમાં છે. ઉદયરાજ પોતાના કાકા અને કાકી સાથે સ્પ્લેન્ડર બાઈક પર જતો હતો ત્યારે અકસ્માત થયો. બાઈક પર પાછળ બેસેલા ઉદયરાજનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. ધનવીર ટ્રાવેલ્સના ચાલકે સ્પ્લેન્ડર ચાલકને અડફેટે લેતા કિશોરનું મૃત્યુ થયું. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાવેલ્સને લાવવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Embed widget