શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ સ્પેશલિસ્ટ ખેલાડી હવે T20માં પણ મચાવશે ધમાલ, જાણો વિગત
ચેતેશ્વર પૂજારાને આઈપીએલમાં ભલે કોઇ ટીમે ખરીદ્યો ન હોય પરંતુ હવે તે ટી20માં પણ ધમાલ કરવા તૈયાર છે. પૂજારા 14 મેથી શરૂ થતી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં રમશે.
રાજકોટઃ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્પેશલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને આઈપીએલમાં ભલે કોઇ ટીમે ખરીદ્યો ન હોય પરંતુ હવે તે ટી20માં પણ ધમાલ કરવા તૈયાર છે. પૂજારા 14 મેથી શરૂ થતી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ(SPL)માં રમશે.
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી લીગમાં પાંચ ટીમો ભાગ લેશે. પૂજારા લીગમાં કઇ ટીમ તરફથી રમશે તેનો ફેંસલો ગુરુવારે લેવાશે. SPLમાં સોરઠ લાયન્સ, ઝાલાવાડ રોયલ્સ, હાલાર હીરોઝ, ગોડિલવાડ ગ્લેડિએટર્સ અને કચ્છ વોરિયર્સ ટીમો સામેલ છે.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 22 મેના રોજ રમાશે. 9 દિવસ ચાલનારી આ લીગનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પરથી થશે. આ મેચોમાં ક્રિકેટ ચાહકો માટે ખુશખબર એ છે કે, આ મેચો જોવા માટે ટીકિટના પૈસા નહીં ખર્ચવા પડે. સૌરાષ્ટ્ર પ્રીમિયમ લીગનો તદ્દન ફ્રીમાં આનંદ માણી શકાશે.
પુજારાએ ઇંગ્લિશ કાઉન્ટી ટીમ યોર્કશાયર સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. ચાલુ સીઝનમાં પણ તે યોર્કશાયર તરફથી રમશે.
વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર, જાણો વિગત
વર્લ્ડકપની ટીમમાં સામેલ કેદાર જાધવની ઈજાને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો વિગત
ખોટા વાયદા માટે નહીં પણ દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યોઃ ગૌતમ ગંભીર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement