શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો

Rajkot:  રાજકોટમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થયું હતું.

Rajkot:  રાજકોટમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, શહેરમાં ક્રિસ્ટલ મોલ પાછળ આવેલા પેલેનિયમ હેરિટેજમાં રહેતા આદિત્ય વાછાણી સાંજે SNK સ્કૂલના મેદાનમાં તેમના મિત્રો સાથે વોલીબોલ રમતો હતો ત્યારે રમતા રમતા અચાનક જ બેભાન થઈ ગયો હતો. તેને તત્કાલ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. 18 વર્ષીય વિદ્યાર્થીનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. એકના એક પુત્રના આમ અચાનક મોતથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.

રાજકોટની SNK સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી શાળામાં વોલીબોલ રમતા રમતા ઢળી પડ્યો હતો. મિત્રો તાત્કાલિક આદિત્યને નજીકમાં આવેલી શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને આદિત્યને મૃત જાહેર કર્યો હતો. યુનિવર્સિટી પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. આ અંગે પરિવારજનો પાસેથી જાણકારી મળી હતી કે આદિત્ય તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો. તે ધો.12 મા અભ્યાસ કરતો. તેને સ્પોર્ટ્સમાં ખૂબ જ રસ હતો. તેના પિતા અલ્કેશભાઈને મેટોડામાં ફેક્ટરી છે. એકના એક પુત્રના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર આદિત્યને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે.

શરીર અગાઉથી કયા ચેતવણીના સંકેતો આપે છે?

અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, હૃદયરોગના હુમલાના કલાકો કે, દિવસો પહેલા શરીર અનેક ચેતવણી ચિહ્નો પ્રદર્શિત કરી શકે છે. આમાં છાતીમાં અસ્વસ્થતા, શરીરના અન્ય ભાગોમાં દુખાવો ફેલાવો, શ્વાસ લેવામાં તકલીફ અને અચાનક પરસેવો થવો શામેલ છે. મેયો ક્લિનિક અહેવાલ આપે છે કે, હૃદયરોગના હુમલાનું સૌથી સામાન્ય ચિહ્ન છાતીમાં દબાણ અથવા ભારેપણું છે. આ દુખાવો ક્યારેક ડાબા હાથ, પીઠ, ગરદન, જડબા અથવા દાંતમાં પણ ફેલાઈ શકે છે. અચાનક ઠંડો પરસેવો, ઉબકા અને ચક્કર પણ ચેતવણી ચિહ્નો છે. વધુમાં, ઘણા અન્ય અહેવાલો સૂચવે છે કે ઘણા દર્દીઓ હૃદયરોગના હુમલા પહેલા અસામાન્ય થાક અનુભવે છે. ખાસ કરીને સ્ત્રીઓ ઘણીવાર કોઈ સ્પષ્ટ કારણ વગર નબળાઈ અને થાકમાં વધારો નોંધાવે છે. સામાન્ય લક્ષણોમાં છાતીમાં દુખાવો અથવા ભારેપણું, ઠંડો પરસેવો અને ઉબકા, ચક્કર, દુખાવો ફેલાવો અને નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ અને અસામાન્ય થાકનો સમાવેશ થાય છે.

હાર્ટ એટેક શા માટે આવે છે?

હવે આપણે એ પ્રશ્ન તરફ વળીએ છીએ કે, હાર્ટ એટેક કેમ થાય છે. તેનો સરળ જવાબ એ છે કે જ્યારે હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડતી કોરોનરી ધમનીઓ બ્લોક થઈ જાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. બ્લોકેજ સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ જમા થવા, ચરબી જમા થવા અને ગંઠાવાને કારણે થાય છે. આ અવરોધિત રક્ત પ્રવાહ હૃદયને ઓક્સિજનથી વંચિત રાખે છે, જેના કારણે હાર્ટ એટેક આવે છે. આને રોકવા માટે, વ્યક્તિએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ અને નિયમિત આરોગ્ય તપાસનું સમયપત્રક બનાવવું જોઈએ. વધુમાં, વ્યક્તિએ ધૂમ્રપાન અને દારૂ, જંકફુડ ઓઇલી ફૂડ નમકિન છોડી દેવો જોઈએ, જે હાર્ટ એટેકના સૌથી સામાન્ય કારણો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Embed widget