શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના કયા શહેરના લોકો માટે બાગ-બગીચા બંધ કરી દેવાયા? જાણો કેમ લીધો આ મોટો નિર્ણય?
રાજકોટવાસીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. સતત કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાએ રાજકોટના 152 જેટલા બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
હાલ સમગ્ર ગુજજરાતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં પણ દિવસે ને દિવસે સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 28 દર્દીઓના મોત નિપજ્યાં છે. અનલોક 4માં સરકારે બાગ બગીચા લોકો માટે ખોલી દેવામાં આવ્યા છે ત્યારે રાજકોટ મનપાએ મોટો નિર્ણય લીધો છે. રાજકોટના 152 બાગ-બગીચા લોકોમાં બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ રાજકોટમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટવાસીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. સતત કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપાએ રાજકોટના 152 જેટલા બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, રાજકોટમાં ગઈ કાલે 28 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાં છે.
કોરોના સંક્રમણ વચ્ચે તંત્રએ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. રાજકોટમાં હજુ પણ બાગ બગીચા નહીં ખોલવામાં આવે. રાજકોટમાં 152 જેટલા નાનામોટા બાગ બગીચા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
છેલ્લા 24 કલાકામાં કોરાનાની સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 28ના મોત થયા છે. ખાનગી અને સિવિલના બંનેના થઈ 28 લોકોના મોત થયા છે. જોકે, ડેથ ઓડિટ બાદ આંકડાઓ જાહેર કરાશે. નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં હાલ, અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ એક્ટિવ કેસો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion