શોધખોળ કરો

જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Ganesh Gondal: જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું આજે ગોંડલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમના વતન ગોંડલમાં પરત ફરતાં ભાજપના કાર્યકરો અને સમર્થકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને ઢોલ-નગારાના તાલે અને ફટાકડા ફોડીને ગણેશ ગોંડલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત અનેક મહિલા અગ્રણીઓ પણ આ સ્વાગત સમારોહમાં જોડાયા હતા. ગણેશ ગોંડલના આગમનથી ગોંડલમાં નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, હાલમાં જ યોજાયેલ ગોંડલ નાગરિક બેંકની બહુચર્ચિત ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો. બીજી તરફ, કોંગ્રેસના યતિષભાઈ દેસાઈની પેનલને કારમી હાર નો સામનો કરવો પડ્યો હતો.

આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે હાલ જુનાગઢની જેલમાં રહેલા જયરાજસિંહના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલનો પણ વિજય થયો હતો. આ ઘટના ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહીને ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે.

ઉલ્લેખનીય છે કે, ગણેશ ગોંડલને સંજય સોલંકીના અપહરણ અને માર મારવાના કેસમાં જેલમાં હતા. ચાર મહિના બાદ ગણેશ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યાં છે. નોંધનીય છે કે, ગણેશના ઘરે આવતા જ પરિવારજનોમાં હરખની લાગણી જોવા મળી હતી. છેલ્લા ચાર મહિનાથી અપહરણ અને હત્યાના પ્રયાસમાં ગણેશ જેલમાં બંધ હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ

ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ

World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે

Embed widget