શોધખોળ કરો
Advertisement
'કોવિડ 19' મટાડવા 'ગોવિંદ 90' પીઓ', રાજકોટમાં હર્બલ જ્યુસના નામે ચાલતો કેવો ગોરખધંધો ? 15 મિલિની બોટલ કેટલામાં વેચાતી ?
કોરોનાના કહેરમાં લોકોમા ફેલાયેલા ડરનો લાભ ઉઠાવી 'ગોવિંદ 90'ના નામે છેતરામણી વાતો સોશિયલ મીડિયામાં મૂકી રોકડી કરવાનુ કૌભાંડ ઝડપાયું છે.
રાજકોટ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે રાજકોટમાં હર્બલ જ્યુસના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. કોરોનાના કહેરમાં લોકોમા ફેલાયેલા ડરનો લાભ ઉઠાવી 'ગોવિંદ 90'ના નામે છેતરામણી વાતો સોશિયલ મીડિયામાં મૂકી રોકડી કરવાનુ કૌભાંડ ઝડપાયું છે.
મનપા ફૂડ અને ડ્રગ વિભાગે રૂપિયા 8 લાખનો જથ્થો સીલ કર્યો છે. અંદાજે 28 લાખનો માલ તો વેચી દીધાની શંકા છે. ખાદ્યચીજમા ન હોવા છતા આ બોગસ જ્યુસમાં ડોજ પણ લખેલો. 15એમએલની બોટલ 599માં વેચાતી હતી.
કોવિડ-19ને બદલે 'ગોવિંદ 90' જેવા પ્રયોગ કરી ફૂડ રજિસ્ટ્રેશન મેળવ્યું હતું. અથાણા બનાવવા મંજૂરી મેળવી ગોંડલ રોડ પર મારુતિ ઇન્ડ એરિયામાં રૂટ્સ બેરી કોન્સેપ્ટ પ્રા. લી. દ્વારા ગેરકાયદે ઉત્પાદન શરૂ કર્યું હતું. આ જ્યૂસની બોટલો કબજે કરી નમૂના લઈ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement