શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ મહિલાઓએ કયા મુદ્દે મંત્રી કુંવરજી બાવળીયાનો ઉધડો લેતા ચાલતી પકડી? જુઓ તસવીરો
પાણીની સમસ્યાથી તંગ મહિલાઓએ મંત્રીને તીખા સવાલો કર્યા હતા. મધ્યમ અને ગરીબ વર્ગની મહિલાઓએ મંત્રીજીને તીખા સવાલ કરતા મંત્રીએ થોડીવારમાં ચાલતી પકડી હતી. પારડી ગામ પાસે આવેલા અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણીની સમસ્યાઓ છે.
રાજકોટઃ લોધિકા તાલુકાના પારડી ગામે મહિલાઓએ મંત્રી બાવળીયાને ઉધડો લીધો હતો. મહિલાઓએ પાણી પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને તીખા સવાલો કર્યા હતા. મહિલાઓ ક્યારે પાણી મળશે, કામ ક્યારે પૂરું થશે, તેવા સવાલો પૂછ્યા હતા. મંત્રી બાવળિયાએ મહિલાઓને ખાતરી આપી હતી કે છ મહિનામાં કામ પૃરું થઈ જશે.
પાણીની સમસ્યાથી તંગ મહિલાઓએ મંત્રીને તીખા સવાલો કર્યા હતા. મધ્યમ અને ગરીબ વર્ગની મહિલાઓએ મંત્રીજીને તીખા સવાલ કરતા મંત્રીએ થોડીવારમાં ચાલતી પકડી હતી. પારડી ગામ પાસે આવેલા અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણીની સમસ્યાઓ છે. રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના પારડી ઞામની આંતરીક પીવાના પાણી 2 કરોડની યોજનાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મંત્રી બાવળીયાએ મહિલાઓને જલ સે નલ યોજના સમજાવી હતી. મહિલાઓએ કહ્યું ક્યારે કામ પૃરુ કરશો એમ કહો. ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉપસ્થિત આ સમયે ઉપસ્થિત હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement