શોધખોળ કરો

ગુજરાતનાં આ શહેરમાં લોકડાઉનનાં 50 દિવસ બાદ આજથી શરૂ થશે ઉદ્યોગ-ધંધા

તંત્ર દ્વારા રાજકોટમાં બુધવારે એક હજાર જેટલા ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે.રાજકોટમાં સવારે 8 થી 6 વાગ્યા સુધી જ ઉધોગોમાં કામ ચાલુ રાખી શકાશે.

રાજકોટઃ કોરોનાનો પ્રપોક અને લોકડાઉન બાદ હવે ધીમે ધીમે જનજીવન સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યું છે. લોકડાઉન બાદ આજથી રાજકોટમાં ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ થશે. રાજકોટના ભક્તિનગર જીઆઇડીસી, આજી જીઆઇડીસી, અટીકા જીઆઇડીસી,વાવડી કોઠારીયા જીઆઇડીસી,મીરા ઇન્ડસ્ટ્રીઝ એરિયા,સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા,સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફરી ધમધમતી થશે. જોકે કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉદ્યોગ-ધંધા શરૂ કરવાની છૂટ આપવામાં આવી નથી. તંત્ર દ્વારા રાજકોટમાં બુધવારે એક હજાર જેટલા ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે. આ માટે ઉદ્યોગકારોએ શરતો અને નિયમોનું પાલન કરવું જરૂરી છે. રાજકોટમાં સવારે 8 થી 6 વાગ્યા સુધી જ ઉધોગોમાં કામ ચાલુ રાખી શકાશે. ઉદ્યોગ-ધંધા શરૂ કરનારા એકમો-લોકોએ પ્રવર્તમાન સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સીંગ -ફરજીયાત માસ્ક, કામદારોનું આરોગ્ય પરિક્ષણ-કામના સ્થળને ડિસઇન્ફેક્ટ કરવું તથા ભીડભાડ અટકાવવા કામદારોના આવન-જાવન-ભોજન સહિતના સમય સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે. નોંધનીય છે કે, આ પહેલા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે, રાજકોટ શહેરનો સમાવેશ ઓરેન્જ ઝોન કેટેગરીમાં કરવામાં આવેલો હતો. આમ છતાં ત્યાં એક અઠવાડિયા સુધી કોઇ ઊદ્યોગ-ધંધા શરૂ ન કરવા દેવાની સૂચનાઓ તકેદારી રૂપે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી હતી. મુખ્યમંત્રીએ હવે છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરમાં કોરોનાનો કોઇ નવો કેસ ન આવતાં આગામી તા. ૧૪મી મે ગુરૂવારથી રાજકોટ શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં જનજીવન ઝડપથી પૂર્વવત થાય અને ઉદ્યોગ-ધંધા શરૂ થવાથી રોજગારી, આર્થિક આધારની તકો ખૂલે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગર માટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, એમ પણ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ રાજકોટ શહેરમાં આગામી ૧૪મી મે ગુરુવારથી ઉદ્યોગ ધંધા શરુ કરવાના હેતુસર આપવાની થતી મંજૂરી પરવાનગીઓ જિલ્લા કલેક્ટર કક્ષાએથી યોગ્ય શરતો નક્કી કરીને આપવામાં આવે તેવું સૂચન પણ કર્યુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો

Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય

Embed widget