Morbi : પરીણિત યુવતીને યુવક સાથે બંધાયા શરીર સંબંધ, અલગ અલગ સ્થળે જઈને માણતાં શરીર સુખ ને પછી......
મૂળ ભૂજની અને હળવદ પંથકમાં રહેતી પરિણીતાને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેમજ જે તે સમયે પરિણીતાને આ યુવક સાથે શારીરિક સંબંધો પણ હતા. આ સમયે યુવકે પરિણીતા સાથેની અંગેતપળોની તસવીરો અને વીડિયો લીધા હતા.
હળવદઃ હળવદની એક પરિણીતાએ તેના પ્રેમીએ અંગતપળોની તસવીરો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ કરતાં ભદ્ર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપી નાસી છૂટ્યો હોવાની વિગતો સામે આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ ભૂજની અને હળવદ પંથકમાં રહેતી પરિણીતાને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. તેમજ જે તે સમયે પરિણીતાને આ યુવક સાથે શારીરિક સંબંધો પણ હતા. આ સમયે યુવકે પરિણીતા સાથેની અંગેતપળોની તસવીરો અને વીડિયો લીધા હતા.
જોકે, આ પછી યુવકે પોત પ્રકાશ્યું હતું અને પરિણીતાને વારંવાર બ્લેકમેલ કરતો હતો અને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલેથી ન અટકતા તેણે પ્રેમિકાની સગીર દીકરી પર નજર બગાડી હતી અને તેની સાથે પણ શારીરિક અડપલા કરવા લાગ્યો હતો. આ બધાથી કંટાળી પરિણીતાએ પ્રેમી સામે હળવદ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. જોકે, પોલીસ ફરિયાદ થતાં આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
Surat : પતિને પત્નીનું અન્ય સાથે લફરું હોવાની હતી શંકા, વહેલી સવારે પતિએ ઉઠીને....
સુરતઃ શહેરના અમરોલી આવાસમાં પતિએ જ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા રાખી તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. હત્યા બાદ હત્યારો પતિ પોતે જ પોલીસ મથકે હાજર થઈ પોતે પોતાની પત્નીની હત્યા કર્યાની વાત કેહતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અમરોલી પોલીસે હત્યારા આરોપી પતિની ધરપકડ કરી છે.
અમરોલી આવાસમાં રહેતા 45 વર્ષીય ગુલાબ ખાન પઠાણ, જે લુમ્સના કારખાનામાં નોકરી કરતો હતો અને તેને તેની પત્નીના સંબંધ કોઈ અન્ય વ્યક્તિ સાથે હોઈ તેવી શંકા હતી. શંકી પતિને આ જ વાતને લઈ અવાર નવાર ઘરમાં ઝગડા પણ થતા હતા. બસ આ જ શંકાની વાત હત્યા સુધી પોહચી હતી.
હત્યારા પતિએ ગત રોજ વહેલી સવારે ઉઠી અને જ્યારે લાઉદ સ્પીકરમાં અજાન થઈ ત્યારે હત્યા કરવાનો સમય નક્કી કર્યો, જેથી હત્યાના સમયે તેની પત્નિની ચીખ કોઈને સંભળાઈ નહીં. હત્યારા પતિએ ઘરમાં રહેતા બે બાળકોના રૂમને પણ બહારથી બંધ કરી દીધો અને ત્યાર બાદ પોતાની પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી નાંખી અને પોતે અમરોલી પોલીસ મથકમાં હાજર થઈ પોતાની પત્નીની હત્યા કરી હોવાનું કબલ્યુ.
પોલીસ હત્યાની વાતથી ચોંકી ઉઠી અને ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ત્યાં ઘરમાં પોતાની પત્ની મૃત હાલતમાં મળી આવી હતી. જ્યાં પોલીસે હત્યારા પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. સાથે જ માતાની હત્યા પોતાના પિતાએ કરતા 3 બાળકો પણ માતા વિનાના થયા છે અને પિતાને માતાની જ હત્યા બદલ જેલમાં જવાથી ત્રણ બાળકો નોંધારા બન્યા છે.