શોધખોળ કરો

Rajkot: પાટીદાર આંદોલનને લઈ સી.આર.પાટીલે શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત

આ ઉપરાંત તેમણે કહ્યું, રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે. આગામી ચૂંટણીને લડતાં પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે.

રાજકોટઃ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ પ્રવાસે છે. જ્યાં તેમણે આજે પાટીદાર આંદોલનને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, પાટીદાર આંદોલનના ઘણા કેસો પાછા ખેંચાયા છે અને 78 જેટલા કેસ ખેંચવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે.  આગામી ચૂંટણીને લડતાં પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે. આવનારી ચૂંટણીઓ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં જ લડવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંનો રિપીટ થિયરી ચોક્કસ અપનાવવામાં આવશે. સેનેટ અને સિન્ડિકેટ ચૂંટણીમાંનો રિપીટ થિયરી અપનાવાશે.

એરપોર્ટ પર સી.આર પાટીલે મોહન કુંડારિયાની નોંધ લીધી હતી. સી.આર. પાટીલે કહ્યું, મોહન કુડારિયા ક્યાં ગયા. મોહન કૂડારિયાએ કહ્યું આ રહ્યો. રાજકોટ આવેલા સી.આર. પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના ભાજપમાં જોડાશે કે નહીં તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમરીશ ડેર પહેલા ભાજપના કાર્યકર હતા. અમરીશ ડેરને પહેલા ભાજપના કાર્યકર હતા. મેં એમને કોઈ આમંત્રણ આપ્યું નથી. મારા વશમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા તૈયાર નથી.

રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલના કાર્યક્રમ પર સૌરાષ્ટ્રભરના રાજકીય આગેવાનોની નજર છે. રાજકીય આગેવાનોની સાથે સાથે લોકોની પણ નજર છે. આજે આખો દિવસ સી.આર રાજકોટમાં છે. ક્યા ક્યા નેતાઓ ઉપસ્થિત રહેશે અને ક્યા ક્યા નેતાઓ ગેરહાજર રહેશે તેના પર સૌ કોઈની નજર છે. આવતા દિવસોમાં શહેર ભાજપમાં કિંગમેકર કોણ તેના પર સૌકોઈની નજર છે. 

રાજકોટમાં કેટલાક ભાજપ કાર્યકરોના ઘરે લગ્ન અવસરમાં સીઆર પાટીલ ભાગ લેશે. બપોરે દોઢ વાગ્યે નામાંકિત ઇમ્પિયરલ હોટેલમાં ઉદ્યોગપતિઓ સાથે પાટીલ ચર્ચા કરશે. બપોરે 3 વાગ્યે હેમુ ગઢવી હોલના મીની થિયેટરમાં શહેર ભાજપના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક કરશે. ત્યારબાદ હેમુ ગઢવી હોલમાં બ્રહ્મસમાજના કાર્યક્રમમાં સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સી આર પાટીલના કાર્યક્મ ને લઇ સાસંદ રામભાઈ મોકરીયા, કશ્યપ શુક્લ ,ભરત બોધરા ,ગોવિંદ પટેલ મોખરે. પૂર્વ CM વિજય રૂપાણી આજે બહારગામ હોવાથી હાજર નહિ રહે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ
Morbi: જેતપરમાં ખેડૂતોનું આંદોલન તેજ, ન્યાયની માંગ સાથે આજથી મહિલાઓ અને પુરુષોના પ્રતિક ઉપવાસ શરૂ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ-દ્વારકામાં જામ્યો વરસાદી માહોલ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Embed widget