શોધખોળ કરો
Advertisement
મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે 9 મહિના પહેલા બંધાયા પ્રેમસંબંધ, બન્ને સાથે ક્યાં-ક્યાં જતાં હતાં? જાણીને ચોંકી જશો
ASI ખુશ્બુ કાનાબારે રવિરાજ સિંહની હત્યા કરી હતી ત્યાર બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મૃત્યુ પાછળ મુખ્ય કારણ પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેની તસવીરો અને મેસેજ પ્રાપ્ત કર્યાં છે.
રાજકોટઃ રાજકોટમાં થોડાં દિવસ પહેલા થયેલા મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. ફોરેન્સીક રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે, ASI ખુશ્બુ કાનાબારે રવિરાજ સિંહની હત્યા કરી હતી ત્યાર બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. બંનેના મૃત્યુ પાછળ મુખ્ય કારણ પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેની તસવીરો અને મેસેજ પ્રાપ્ત કર્યાં છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ખુશ્બુ અને રવિરાજ વચ્ચે છેલ્લા 9 મહિનાથી પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ રવિરાજ પરિણીત હોવા છતાં બંને વચ્ચે અવાર-નવાર તકરાર પણ થતી હતી. આ દરમિયાન ખુશ્બુ અને રવિરાજ વચ્ચે રોજ મુલાકાત થતી હતી. બંને રોજ સાથે રહેતા હતા અને જમતા-ફરવા પણ જતાં હતા.
ખુશ્બુ અને રવિરાજ થોડાં સમય પહેલા જ રાજ્યની બહાર ફરવા ગયા હતા. તેઓ માથેરન બાજુ સાથે ફરવા ગયા હતા. જોકે ફરવા ગયા ત્યાં રવિરાજની પત્નીનો ફોન આવ્યો હતો. આ જોઈને ખુશ્બુ ગુસ્સે થઈ હતી અને આ બાબતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો.
જોકે આ દમરિયાન તેમની સાથે ફરવા ગયેલા રવિરાજના મિત્રએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. રવિરાજનો મિત્ર પોતાના પરિવાર સાથે અને રવિરાજ ખુશ્બુ સાથે ફરવા ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement