શોધખોળ કરો
સૌરાષ્ટ્રના આ શહેરમાં કયા જાણીતા વિસ્તારને 1 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય? જાણો કોણે લીધો મોટો નિર્ણય
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે શહેરના સોની બજારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે શહેરના સોની બજારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજથી સોની બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટનું સોની બજાર આજથી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી લઈને આગામી 1 ઓગસ્ટ સુધી રાજકોટનું જાણીતું સોની બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં પણ કોરોનાના વધતા સંક્રમણને જોતાં આજથી સોની બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગોલ્ડ ડિલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જાહેરાત કરતા કહ્યું કે, આજથી લઈને એક ઓગસ્ટ સુધી રાજકોટની સોની બજાર બંધ રાખવામાં આવશે. નોંધનીય છે કે, રાજકોટ કોર્પોરેશનમાં કોરોનાના 52 પોઝિટિવ કેસો નોંધાયા હતાં. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના પોઝિટિવ કેસોમાં વદારો જોવા મળી રહ્યો છે.
વધુ વાંચો




















