Rajkot: 13 વર્ષનો કિશોર ક્રિકેટ રમતા રમતા ઢળી પડ્યો, પરિવાર શોકમગ્ન
Rajkot News: મોતનું કારણ પીએમ બાદ ખબર પડશે. કિશોરના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.
Rajkot News: દેશમાં હાર્ટ એટેકના કેસઝડપથી વધી રહ્યા છે, જેણે દરેકને ચિંતામાં મૂકી દીધા છે. દરરોજ હાર્ટ એટેકના કારણે લોકોના મોતના સમાચાર આવે છે. રાજકોટના વાવડી માં શેરીમાં રમતા રમતા કિશોર ઢળી પડ્યો હતો. 13 વર્ષના કિશોરનું ક્રિકેટ રમતા રમતા એકાએક મોત થયું હતું. મોતનું કારણ પીએમ બાદ ખબર પડશે. કિશોરના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.
ક્રિકેટના મેદાન પર માત્ર રમત જ નહીં દુર્ઘટના પણ બને છે. કારણ કે આ રમત જેટલી રોમાંચક છે, એટલી જ જીવલેણ પણ છે. આ રમત અનિશ્ચિતતાઓની છે. જેમાં ખેલાડીઓને ઈજા થવી કે સ્લિપ થવાની સંભાવના વધારે હોય છે. પરંતુ ક્યારેક આ ઈજા ગંભીર પણ હોય છે. જેનાથી ખેલાડીનું મેદાનમાં જ મોત થઈ જાય છે. એવું જ કંઈક થોડા દિવસ પહેલા બન્યું હતું, જ્યાં એક ભારતીય ખેલાડી મેચ દરમિયાન મેદાન પર જ ઢળી પડ્યો અને તેમનું મોત થઈ ગયું. જોકે, શરુઆતમાં મિત્રોને લાગ્યું કે, ચક્કર આવવાના કારણે તેઓ ઢળી પડ્યા. એટલું જ નહીં તેમને CPR અંગે પણ માહિતી ન હતી. નહીતર કદાચ ખેલાડીનો જીવ બચાવી શકાયો હોત.
ઘટના એટલી ચોંકાવનારી છે કે, જેમણે આ જોયું તે સૌ હચમચી ગયા. ઓમાનમાં 'ફ્રાઈડે મોર્નિંગ ફ્રેન્ડલી લીગ' નામની એક ટૂર્નામેન્ટ રમાઈ રહી હતી. જેમાં ધનેશ માધવન નામનો 38 વર્ષીય ખેલાડી ફાઈટર્સ ટીમને જેમ જ મેચ રમતો હતો. ત્યારે તેઓ અચાનક ફીલ્ડ કરતા પડી ગયા અને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા. ધનેશની પત્ની અને ત્રણ વર્ષનો દીકરો ભારતમાં રહે છે. સાલ ફાઈટર્સ મિસ્ફાહ ટીમના કેપ્ટન શ્રીજેશે આ દુઃખદ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, 'તેઓ એક દિગ્ગજ ખેલાડી હતા અને અમારી ટીમ માટે સક્રિય ઓલરાઉન્ટર હતા. તેઓ છેલ્લા કેલાક વર્ષોથી શુક્રવારે તેમની ટીમ તરફથી રમી રહ્યા હતા. અમે ટેનિસ બોલની સાથે 16-ઓવર મેચ રમીએ છીએ. ફીલ્ડ પર પોતાની પોઝિશન લેતા સમયે તેઓ અચાનક ઢળી પડ્યા.'
શ્રીજેશે વધુમાં જણાવ્યું કે, 'પહેલા અમને લાગ્યું કે તેમને ચક્કર આવ્યા છે. અમે તુરંત મિસ્ફાહની એક નજીકની હોસ્પિટલ લઈ ગયા. દુર્ભાગ્યથી તે બંધ હતી અને અમારે તેમને ગુભરાની એક મોટી હોસ્પિટલ લઈ જવા પડ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.' જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમને CPR અપાયું હતું, તો શ્રીજેશે કહ્યું કે, 'અમારી પાસે તે અંગે વધુ માહિતી નથી. તેઓ તેમને એ વિચારને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા કે ચક્કરના કારણે તેઓ પડી ગયા.' તેમણે કહ્યું કે, ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે તેઓ નિયમિત વીકલી લીગ મેચો દરમિયાન ફિટ દેખાઈ રહ્યા હતા. ધનેશ ગલ્ફાર એન્જિનિયરિંગ અને કોન્ટ્રાક્ટિંગ કંપનીના રેડીમિક્સ ડિવીઝનમાં કામ કરતા હતા.