Rajkot: જમીન માપણી મુદ્દો ગરમાયો, રાઘવજી પટેલે બેઠક કરી અધિકારીઓને ખખડાવ્યા
રાજકોટમાં જમીન માપણી મુદ્દે પ્રભારી મંત્રી રાધવજી પટેલની ઉપસ્થિતમાં કલેકટર કચેરીમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં જમીન માપણી મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો,
Rajkot: રાજકોટમાં ફરી એકવાર જમીન માપણીનો મુદ્દો ગરમાયો છે, જમીન માપણી મુદ્દે શહેરમાં એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાઘવજી પટેલે અધિકારીઓને ખખડાવી દીધા હતા.
રાજકોટમાં જમીન માપણી મુદ્દે પ્રભારી મંત્રી રાધવજી પટેલની ઉપસ્થિતમાં કલેકટર કચેરીમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં જમીન માપણી મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો, આ બેઠકમાં આ બેઠક પ્રભારી મંત્રી રાઘવજીએ DILRના અધિકારીઓ ખખડાવી નાંખ્યા હતા, અને કહ્યું હતુ કે, જમીન માપણીની ફરિયાદ અંગે કોઇપણ અધિકારીએ ઉડાઉ જવાબ ના આપવા જોઇએ, પરંતુ તેના પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઇએ. જમીન માપણી પ્રત્યે ખેડૂતો સંવેદનશીલ હોય છે. આવા મુદ્દાઓને શાંતિથી સાંભળો અને બને તેટલો જલદી પ્રશ્નનો નિકાલ કરો.
Maharashtra: મહારાષ્ટ્રના અકોલામાં તણાવ, પથ્થરમારો બાદ અનેક વાહનો સળગ્યા, શહેરમાં કલમ 144 લાગુ
Akola Violence News: આ મામલાની માહિતી આપતા અકોલા કલેક્ટર નીમા અરોરાએ કહ્યું કે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
મહારાષ્ટ્રના અકોલાના જૂના શહેરમાં વિવાદ થયો હતો. પરંતુ આ નજીવી તકરારને કારણે સ્થિતિ એટલી વણસી ગઇ કે, બંને જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી. આ હિંસાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં બે જૂથના લોકો એકબીજા પર પથ્થરમારો કરતા જોવા મળે છે. આ સાથે તેઓ વાહનોમાં તોડફોડ કરી હંગામો મચાવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, સ્થિતિ હવે નિયંત્રણમાં છે.
હિંસક અથડામણ બાદ શહેરમાં કલમ 144
આ મામલાની માહિતી આપતા અકોલા કલેક્ટર નીમા અરોરાએ કહ્યું કે, બે જૂથો વચ્ચે હિંસક અથડામણ બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિંસક ટોળાએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી. આ પછી પોલીસે બળપ્રયોગ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે, નજીવી તકરાર બાદ હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણ બાદ જૂના શહેર પોલીસ મથકે પણ ભારે ભીડ ઉમટી પડી હતી.
એસપી સંદીપ ઘુગેએ કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં છે
બીજી તરફ અકોલાના એસપી સંદીપ ઘુગેએ કહ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લા કલેક્ટર નીમા અરોરાના આદેશ બાદ સમગ્ર અકોલા શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં ઓકલામાં આ બીજી મોટી ઘટના છે. થોડા દિવસો પહેલા અકોટ ફાઈલ વિસ્તારના શંકર નગર વિસ્તારમાંથી પણ હિંસક અથડામણના સમાચાર સામે આવ્યા હતા.