Rajkot: સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી સેનેટની ચૂંટણી જાહેર, કઇ તારીખે કેટલી બેઠકો માટે યોજાશે મતદાન, જાણો
આ સેનેટ ચૂંટણી ગ્રામિધાશાખા ૧, પરફૉર્મિંગ આર્ટસ ૧, આર્કિટેક્ચર ૧, માધ્યમિક શાળાના શિક્ષકોની ૨ અને આચાર્યોની ૨ મળીને કુલ ૯ બેઠક માટે યોજાશે. આને લઇને પાંચ જિલ્લાઓમાં મતદાન મથક ફાળવવામાં આવ્યા છે.
Rajkot: છેલ્લા કેટલાય દિવસથી ચાલતી અટકળોને હવે અંત આવ્યો છે. છેવટે હવે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની સેનેટની ચૂંટણીને જાહેર કરી દેવામાં આવી છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી સેનેટની ચૂંટણી આગામી ૨૨ જુલાઇએ યોજાશે. માહિતી પ્રમાણે, 22 જુલાઇએ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીની સેનેટ ચૂંટણી ૯ બેઠકો માટે યોજાશે. આ સેનેટ ચૂંટણી ગ્રામિધાશાખા ૧, પરફૉર્મિંગ આર્ટસ ૧, આર્કિટેક્ચર ૧, માધ્યમિક શાળાના શિક્ષકોની ૨ અને આચાર્યોની ૨ મળીને કુલ ૯ બેઠક માટે યોજાશે. આને લઇને પાંચ જિલ્લાઓમાં મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. આ પહેલા નિયત સમયે ચૂંટણી ના યોજતા પૂર્વ સિન્ડીકેટ સભ્યોનું જૂથ હાઇકોર્ટમાં પહોંચ્યું હતું, હાઇકોર્ટમાં આજે હિયરીંગ થાય તે પહેલા યુનિવર્સિટીએ ચૂંટણી જાહેર કરી દીધી છે.
આત્મીય યૂનિવર્સિટીના ત્યાગ વલ્લભદાસ વિરુદ્ધ 33 કરોડની ઉચાપતની ફરિયાદ, શું છે કૌભાંડનો મામલો
રાજકોટમાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. અહીં આત્મીય યૂનિવર્સિટીમાંથી ઉચાપત મામલો સામે આવ્યો છે. રાજકોટમાં આત્મીય યૂનિવર્સિટીમાં 33 કરોડની ઉચાપત થયાની ફરિયાદ નોંધાઇ છે, આ 33 કરોડની ઉચાપતને લઇને આત્મીય યૂનિવર્સિટીના ત્યાગ વલ્લભદાસ સહીતના બીજા કેટલાક લોકો વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. રાજકોટમાં આત્મીય યૂનિવર્સિટી વિવાદોમાં આવી છે, આ વખતે ઉચાપતની ફરિયાદના કારણે વિવાદમાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આણંદના બારકોલમાં રહેતા પવિત્ર હર્ષદરાય જાનીએ ઉચાપત થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. તેમને આત્મીય યૂનિવર્સિટીના સાધુ ત્યાગ વલ્લભદાસ ધર્મેશ જીવાણી અને તેમની પત્ની વેશાખીબેન જીવાણી અને નિલેશ મકવાણા વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટમાં ચાલતી સંસ્થામાં 33 કરોડ રૂપિયાની ઉચાપતમાં બેન્કમાં કર્મચારીઓના ભૂતિયા ખાતા ખોલાવી રકમ ટ્રાન્સફર કરી હોવાનો આરોપ છે. હરિધામ સોખડાના સ્વામી હરીપ્રસાદ દાસજીના અવસાન બાદ તમામ ટ્રસ્ટોમાં મોટી નાણાકીય ગરબડ આચરીને મોટી ઠગાઈ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાલુકા પોલીસમાં આત્મીય યૂનિવર્સિટીના સાધુ ટીવી (ત્યાગ વલ્લભ સ્વામી) ધર્મેશ જીવાણી, વેશાખી ધર્મેશ જીવાણી વિરુદ્ધ ફરિયાદ થતા ભારે ચર્ચા જાગી છે, તેમને ડમી કંપની ઉભી કરી કરોડો રૂપિયાની હેરફેર કરી હોવાની વાત પણ ચર્ચાએ ચઢી છે.
ખાસ વાત છે કે, આ આત્મીય યૂનિવર્સિટી સર્વોદય કેળવણી ટ્રસ્ટ હેઠળ ચાલે છે. ફરિયાદી પવિત્ર જાની હરીપ્રસાદ સ્વામીના તાબામાં તેઓએ સન્યાસ લીધો હતો અને તેઓ 28 વર્ષ હરિપ્રસાદ સ્વામીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા છે, આત્મીય ટ્રેક ઉત્કૃષનું ભૂતિયું ખાતું ખોલાવ્યું હતું, આત્મીય યૂનિવર્સિટીના કર્તાહર્તા ટીવી સ્વામી સહિત ચાર વિરુદ્ધ 33 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.