Gujarat Election Result: વજુભાઈ વાળાએ પ્રદેશ અધ્યક્ષ પાટીલને ભાજપની ઐતિહાસિક જીતનો શ્રેય આપ્યો
ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને ભાજપની ઐતિહાસિક જીતનો શ્રેય આપ્યો છે.
રાજકોટ: ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને ભાજપની ઐતિહાસિક જીતનો શ્રેય આપ્યો છે. વજુભાઈ વાળાએ કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ પાટીલે તૈયાર કરેલા પેજ કમિટી અને પ્રમુખોના માળખાના કારણે વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક સફળતા મળી છે.
વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર પર વજુભાઈ વાળાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીજીના સમયની કૉંગ્રેસ હવે એ કૉંગ્રેસ નથી રહી તેવો વજુભાઈ વાળાએ કટાક્ષ કર્યો છે. હવે આ કૉંગ્રેસનું વિસર્જન કરી નાંખવું જોઈએ તેવી પણ વજુભાઈએ વાત કરી હતી.
Gujarat New Cabinet: ભૂપેંદ્ર પટેલ કેબિનેટમાં ક્યાં નેતાઓને મળી શકે છે સ્થાન ? જુઓ યાદી
ગુજરાતમાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર બનાવવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. આ દરમિયાન સૂત્રોએ એવા લોકોના નામ જણાવ્યા છે જેમને ગુજરાત કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જેમાં 10 થી 11 કેબિનેટ અને 12 થી 14 રાજ્ય મંત્રીઓ હોઈ શકે છે. આ નામો પર અંતિમ મહોર દિલ્હીથી લાગશે.
અનિરુદ્ધ દવે, માંડવી
શંકર ચૌધરી, થરાદ
બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર
ઋષીકેશ પટેલ, વિસનગર
અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણ
હાર્દિક પટેલ, વિરમગામ
કનુભાઈ પટેલ, સાણંદ
અમિત ઠાકર, વેજલપુર
કિરીટસિંહ રાણા, લીંબડી
કુંવરજી બાવળિયા, જસદણ
જયેશ રાદડિયા, જેતપુર
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
મૂળુભાઈ બેરા, ખંભાળિયા
કૌશિક વેકરીયા, અમરેલી
હીરા સોલંકી, રાજુલા
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
પંકજ દેસાઈ, નડિયાદ
સી.કે.રાઉલજી, ગોધરા
મુકેશ પટેલ, ઓલપાડ
વિનુ મોરડિયા, કતારગામ
હર્ષ સંઘવી, મજુરા
કનુભાઈ દેસાઈ, પારડી
પુર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
ઉદય કાનગડ, રાજકોટ પૂર્વ
બાલકૃષ્ણ શુક્લ, રાવપુરા વડોદરા
અનુસૂચિત જનજાતિ (ST)ના આ ચહેરાઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે-
પીસી બરંડા, ભિલોડા
કુબેર ડીંડોર, સંતરામપુર
ગણપત વસાવા, માંગરોળ
નરેશ પટેલ, ગણદેવી
ડૉ દર્શના દેશમુખ, નાંદોડ
રાજેન્દ્રસિંહ રાઠવા, છોટા ઉદેપુર
નિમિષા સુથાર, મોરવા હડફ
રમણભાઈ વોરા, ઇડર - મંત્રી કે વિધાનસભાના અધ્યક્ષ
મનીષા વકીલ, વડોદરા શહેર
શંભુપ્રસાદ ટુંડિયા, ગઢડા
12 ડિસેમ્બરે સીએમ શપથ લેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ જાતિ અને પ્રદેશને ધ્યાનમાં રાખીને સમીકરણો બનાવવામાં આવશે. નવા ચહેરાઓની સાથે જૂના ચહેરાઓને પણ સ્થાન મળશે. નિયમો અનુસાર કેબિનેટમાં વધુમાં વધુ 27 સભ્યો હોઈ શકે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ 12 ડિસેમ્બરે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.