ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના તત્કાલીન સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયા અને ફાયર ઓફિસર બી.જે.ઠેબા સામે ACB ફરિયાદ નોંધાઇ છે.

Vajubhai Vala corruption remarks: કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળાએ રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે ટકોર કરી છે. તેમણે કહ્યું કે, "જેટલી જરૂર હોય એટલું જ કમાવવું જોઈએ. ધનની અતિશય ઈચ્છા ભ્રષ્ટાચારનું મૂળ કારણ બને છે." ભ્રષ્ટાચારીઓને સંબોધતા તેમણે કહ્યું કે, "જે લોકો ભ્રષ્ટાચાર કરે છે તેઓ મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન કરે." ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના તત્કાલીન સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયા અને ફાયર ઓફિસર બી.જે.ઠેબા સામે ACB ફરિયાદ નોંધાઇ છે.
આ પહેલા વજુભાઈ વાળાએ શું કહ્યું હતું...
વજુભાઈ વાળા એ રાજકોટના જાણીતા રાજકીય નેતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય છે. 2024 મે માં TRP ગેમ ઝોન નામના મનોરંજન સ્થળમાં ભીષણ આગ લાગી હતી જેમાં ઘણા લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ વજુભાઈ વાળાએ ઘટનાની તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા મહાનગરપાલિકા સામે ખુલીને બોલ્યા છે. આ ઘટના પાછળ મહાનગરપાલિકાની બેદરકારી જવાબદાર છે. વજુભાઈ વાળાએ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ abp asmita સમક્ષ વાત કરી અને દુઃખ વ્યક્ત કર્યું અને ખુલીને બોલ્યા હતા. તેમણે કહ્યું સરકાર અને જવાબદાર લોકો સખત કાર્યવાહી કરે., ગેમ ઝોનમાં દરેક વસ્તુ જ્વેલનશીલ હતી. સરકાર આવા શેડમાં ઊભા કરેલા ગેમ ઝોન બંધ કરાવે. ઉલ્લેખનીય છે કે ગઈકાલથી અનેક નેતાઓના ઇન્ટરવ્યૂ કર્યા પરંતુ વજુભાઈ વાળાની જેમ એક પણ નેતા ખુલીને બોલ્યા નથી.
નોંધનીય છે કે, આ ઘટના 2024 મે માં TRP ગેમ ઝોન નામના મનોરંજન સ્થળમાં ભીષણ આગ લાગવાથી થઈ હતી. ઘણી બધી ગેમિંગ મશીનો અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ઝડપથી ફેલાતી આગ અને ઇમારતમાં યોગ્ય સુરક્ષા ધોરણોના અભાવને કારણે ઘણા લોકો ફસાઈ ગયા અને તેમનું મૃત્યુ થયું.
વજુભાઈ વાળાની રાજકીય કારકિર્દી:
- રાજ્યપાલ: 2014 થી 2021 સુધી તેઓ કર્ણાટકના 12મા રાજ્યપાલ રહ્યા હતા.
- વિધાનસભા સ્પીકર: 2012 થી 2014 સુધી તેઓ ગુજરાત વિધાનસભાના સ્પીકર રહ્યા હતા.
- વિધાયક: તેઓ ઘણા વર્ષોથી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવતા રહ્યા છે.
- મંત્રી: ગુજરાત સરકારમાં તેમણે નાણાં, કાયદો અને ન્યાય, શ્રમ અને રોજગાર સહિતના વિવિધ ખાતાઓના મંત્રી તરીકે સેવા આપી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
