શોધખોળ કરો
આ વખતે સૌરાષ્ટ્રના લોકોની જન્માષ્ટમી બગડે તેવી સંભાવના? જાણો મોટું કારણ
આગામી 5 દિવસ હવામાન વિભાગે ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા
![આ વખતે સૌરાષ્ટ્રના લોકોની જન્માષ્ટમી બગડે તેવી સંભાવના? જાણો મોટું કારણ Weather forecast for the next 5 days with scattered rainfall in Gujarat આ વખતે સૌરાષ્ટ્રના લોકોની જન્માષ્ટમી બગડે તેવી સંભાવના? જાણો મોટું કારણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/21111143/Fair.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતમાં છૂટો છવાયા વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદી ઝાપટાં રહેશે. જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી સહિત રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે.
વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો વરસાદ આ વખતે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની મજા બગાડી શકે તેવું લાગે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. જોકે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આ વખતે મેળા ચાલુ હશે તે દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના છે.
આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં હજુ થોડા દિવસ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ જોવા મળશે. આ સિવાય જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલીમાં વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)