શોધખોળ કરો

Rajkot: ગોંડલના દેરડીકુંભાજીમાં યુવક-યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

રાજકોટ જિલ્લાના ગોંડલના દેરડીકુંભાજી ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતિય પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે.  પાટખિલોરી રોડ પર આવેલ ચંદુભાઈ રવજીભાઈ ગોળની વાડીએ રહેતા મજૂરે  આત્મહત્યા કરી છે.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલના દેરડીકુંભાજી ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતિય પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે.  પાટખિલોરી રોડ પર આવેલ ચંદુભાઈ રવજીભાઈ ગોળની વાડીએ રહેતા મજૂરે  આત્મહત્યા કરી છે.  મૃતક યુવક યુવતી છેલ્લા 10-12 દિવસથી મજૂરી કરવા માટે આવ્યા હતા.  યુવક યુવતીએ ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા કરી હતી. 

મૂળ મધ્યપ્રદેશના નાગપુર દૂન્ધ ગામના ચંપીલાલ સૂરસીંગ બરડે અને અજાણી યુવતીએ સજોડે લીમડાના વૃક્ષ ઉપર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.  મૃતક યુવક પરણિત હોવાની સાથે પોતાની સાળી સાથે પોતાના વતનમાંથી ફરાર થયા હોવાની પ્રાથમિક વિગતો છે.  ગોંડલના મામલતદાર અને સુલતાનપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.  મૃતક પ્રેમી પંખીડાના મૃતદેહને પોલીસે ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.  

લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ, અંતિમ સેલ્ફી લઈ યુવતીએ બે વર્ષના બાળક અને પ્રેમી સાથે આત્મહત્યા કરી 

લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક મહિલાએ તેના બે વર્ષના બાળક અને પ્રેમી સાથે આત્મહત્યા કરી હતી. કમરે દુપટ્ટો અને હાથમાં ચાર્જરનો વાયર બાંધી બે વર્ષના પુત્ર સાથે બંને ગોંડલના વેરી તળાવમાં ઝંપલાવ્યું હતું. મૃતક મહિલા કિંજલબેન ઠાકોરના અમદાવાદમાં લગ્ન થયા હતા અને તેને બે વર્ષનો પુત્ર હતો. 23 માર્ચના રોજ યુવતીએ પ્રેમી સાથે આત્મહત્યા કરી હતી. 

આત્મહત્યા કરતા પહેલા બંનેએ તળાવના પગથિયા પાસે સેલ્ફી પડાવી સ્ટેટસમાં મુકી હતી અને મિત્રોને લોકેશન પણ શેયર કર્યું હતું.  આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.  આ સમગ્ર મામલે ગોંડલ શહેર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આપઘાત કરતા પૂર્વે પ્રેમી પંખીડાએ સેલ્ફી ફોટો લીધો હોવાનો પણ સામે આવ્યું હતું.  સાથે જ સેલ્ફી ફોટો લઈને વોટ્સએપના સ્ટેટસમાં અપલોડ કરીને “છેલ્લો ફોટો” નામનું વાક્ય પણ લખ્યું હતું. 

મહેસાણાના લિંચ ગામ ખાતે રહેતા સંજય ફતાજી ઠાકોર (ઉવ.22) તેમજ કિંજલ જશવંતજી ઠાકોર (ઉવ.22) તેમજ ધ્રુવીન જશવંતજી ઠાકોર (ઉવ.2)ના મૃતદેહ વેરી તળાવના પાણીમાંથી ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સંજય અને કિંજલ બંને પરિણીત હોવાનું સામે આવ્યું હતું. તેમજ બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી પ્રેમસંબંધ હોવાનું પણ સામે આવ્યું હતું.  પ્રેમી પંખીડા લિંચ ગામથી ભાગીને ગોંડલ ખાતે પહોંચ્યા હતા.  તળાવની પાળી પર બેસીને ત્રણેય અંતિમ સેલ્ફી પણ લીધી હતી. અંતિમ સેલ્ફી પાડીને સંજયે તેના વોટ્સએપ સ્ટેટસમાં પણ મૂકી હતી. આ સાથે જ પોતાના મિત્રોને મોબાઇલનું લોકેશન પણ શેર કર્યું હતું. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

‘SIR  વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
‘SIR વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Advertisement

વિડિઓઝ

Kutch Rescue : કચ્છના રાપરમાં રમતા રમતા બાળક બોરવેલમાં પડેલા બાળકનું કરાયું દિલધડક રેસ્ક્યૂ
Viral Video : નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની  જમીન પર પછાડી, બચકાં ભર્યા
Janmashtami gambling : શ્રાવણીયા જુગારમાં પોલીસને આવક થાય એટલે રેડ પાડીને છાતી ફુલાવો છો...
Turkey Earthquakes : તુર્કીમાં 6.1ની તિવ્રતાનો ભૂકંપ, એકનું મોત ; અનેક ઘાયલ
Air India flight emergency landing Chennai : એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 5 સાંસદો હતા સવાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘SIR  વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
‘SIR વિરૂદ્ધ વિપક્ષનું ECની ઓફિસ સુધી માર્ચ, પોલીસે રોક્યાં તો અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા,જુઓ વીડિયો
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી, 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક
રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી, 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક
મુંબઈમાં 5 BHKનું ઘર, પ્રાઈવેટ આઈલેન્ડ, લક્ઝરી લાઈફ જીવે છે જૈકલિન ફર્નાન્ડિઝ
મુંબઈમાં 5 BHKનું ઘર, પ્રાઈવેટ આઈલેન્ડ, લક્ઝરી લાઈફ જીવે છે જૈકલિન ફર્નાન્ડિઝ
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
કચ્છના રાપર તાલુકામાં રમતા રમતા બાળક બોરવેલમાં ખાબક્યો, ગ્રામજનોએ કર્યું દિલધડક રેસ્ક્યુ
કચ્છના રાપર તાલુકામાં રમતા રમતા બાળક બોરવેલમાં ખાબક્યો, ગ્રામજનોએ કર્યું દિલધડક રેસ્ક્યુ
Embed widget