પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
સુરતમાં રહેતો પરિવાર પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબી જતાં તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
સુરતમાં રહેતો પરિવારના સાત સભ્યો પોઇચા નજીક નર્મદા નદીમાં ડૂબી જતાં હડકંપ મચી ગઇ હતી. તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.પોઈચા નજીક નર્મદા નદીમાં આઠ લોકો ડૂબી જતાં રરાજપીપળા ટાઉન પોલીસ, ફાયર વિભાગની ટીમ પોઈચા પહોંચી હતી અેન તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવ્યું હતો. ત્રણ બાળકો સહિત આઠ લોકો ડુબતા દોડધામ મચી ગઇ હતી. આઠમાંથી એક યુવકને સ્થાનિકે બચાવી લીધો હતો. જ્યારે સાત લોકો પાણીમાં ગરકાવ થઇ જતાં ફાયર બ્રિગેડ ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. ઉલ્લેખનિય છે કે,. 10 પરિવારના લોકો ન્હ્વા માટે નદીમાં કૂદ્યા હતા. પાણીમાં ગરકાવ થયેલા સાત લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.
તો બીજી તરફ નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા હોવાના કરુણ સમાચાર સામે આવ્યા હતા. 6 લોકો દરિયામાં ડૂબવાની ઘટનામાં 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 4 લોકો દરિયામાં લાપતા થયા છે. રવિવાર હોવાના કારણે પરિવાર અહીં ફરવા માટે આવ્યો હતો. નવસારીના દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા હતા જેમાં 2 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે ચાર લોકો લાપતા છે.આજે રવિવારની રજા હોવાથી છ લોકો દાંડી ફરવા આવ્યા હતા. જ્યા છ લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 2 લોકોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા હતા.
ડૂબી ગયેલા 4 લોકોમાં 3 રાજસ્થાનના હોવાની માહિતી સામે આવી છે. નવસારીમાં રહેતા પરિવારને ત્યાં રાજસ્થાનથી મહેમાન આવ્યા હતા. તેઓ દાંડીના દરિયાકાંઠે ફરવા આવ્યા હતા. દુર્ગા (17), યુવરાજ ( 20), દેશરાજ (15 વર્ષ) ત્રણ લોકો રાજસ્થાનના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. જ્યારે સુશિલાબેન (38) નવસારીના રહેવાસી છે.