(Source: ECI/ABP News/ABP Majha)
સુરત આમ આદમી પાર્ટીને વધુ એક ફટકો લાગે તેવી શક્યાતા, બે કોર્પોરેટર સંપર્ક વિહોણા
સુરત આમ આદમી પાર્ટી (AAP)ને ફી એક વખત મોટો ફટકો લાગે તેવી શક્યતા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટકો સંપર્ક વિહોણા થયા છે.
સુરત: સુરત આમ આદમી પાર્ટી (AAP)ને ફરી એક વખત મોટો ફટકો લાગે તેવી શક્યતા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સંપર્ક વિહોણા થયા છે. થોડા દિવસ પહેલા જ પાર્ટીના 4 મહિલા સહિત પાંચ કોર્પોરેટર્સ ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે વધુ બે કોર્પોરેટર પાર્ટી સાથે છેડો ફાડે તેવી શક્યાતા છે. મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકથી બંને કોર્પોરેટરોના ફોન બંધ આવ છે જેથી તેઓ સંપર્ક વિહોણા બન્યા છે. સુરત આપને વધુ એક ઝટકો લાગી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. જો આવું થશે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતમાં આપમાં મોટી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સુરતમાં મહિલા કોર્પોરેટરનો ફોન છેલ્લા 24 કલાકથી બંધ હોવાથી પાર્ટીમાં ચિંતાનો માહોલ છે. મહિલા કોર્પોરેટર ક્યાં છે તે અંગે કોઈને કશું જ ખબર ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગુમ થયેલા કોર્પોરેટર પાર્ટી છોડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ ચાર મહિલા કોર્પોરેટર સહિત પાંચ કોર્પોરેટરોએ પાર્ટી છોડી હતી.
પાંચ કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કરી પાર્ટીને ઝાટકો આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે, 4 ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાના પાંચ કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કરી પાર્ટીને ઝાટકો આપ્યો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી સામે પડકાર ઊભો કરે એ પહેલાં જ એમાં ભંગાણ પડવાની શરૂઆત થઇ છે. અઠવાડિયા પહેલા સુરતના આપના 5 કોર્પોરેટર્સે કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ હવે પાર્ટીના કેટલાક કોર્પોરેટરો પાર્ટીનો છેડો ફાડે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપમાં જોડાયેલા આપ પાર્ટીના પાંચેય નગરસેવકોનું સભ્યપદ રદ્દ કરવાની રજુઆત દરમિયાન 8 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હોવાથી મોટું સસ્પેન્સ સર્જાયું હતું.