Vikas Jain: મુંબઈમાં આ વ્યક્તિના ઘરેથી મળી આવી 227 કરોડની નકલી ચલણી નોટો
સુરત: કામરેજ પોલીસ દ્વારા 25.80 કરોડની નકલી ચલણી નોટો ઝડપવાના મામલે હવે મોટો ખુલાસો થયો છે. આ કડીમાં મુંબઇથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે.
સુરત: કામરેજ પોલીસ દ્વારા 25.80 કરોડની નકલી ચલણી નોટો ઝડપવાના મામલે હવે મોટો ખુલાસો થયો છે. આ કડીમાં મુંબઇથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ મુખ્ય ભેજાબાજ વિકાસ જૈન અને તેના 2 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મુંબઇમાં તપાસ દરમિયાન વિકાસ જૈનના ઘર અને ગોડાઉનમાંથી બીજા 227 કરોડની નકલી ચલણી નોટો ઝડપાઇ છે.
Surat, Gujarat | 6 arrested with fake currency worth Rs317 cr incl Rs67 cr pre-demonetized notes of Rs500 & Rs1000. Accused cheated people in name of trust, company&commission to convert black money into white.2 additional teams formed to nab printer of notes: HH Joysar, SP Rural pic.twitter.com/g3amSPZ6KU
— ANI (@ANI) October 4, 2022
227 કરોડ પેકીની 67 કરોડની ચલણી નોટો બંધ થઈ ગયેલી જૂની 1000 અને 500ના દરની નોટ પણ મળી આવી છે. વિકાસ જૈનએ દિલ્હી, ઇન્દોર, રાજકોટ, અમદાવાદ, સુરત અને બેંગ્લોરમાં માણસ રોકી ઓફીસ ખોલી હતી. વિકાસ જૈને 41.50 લાખ કમિશન પેટે તેમજ રાજકોટના વેપારી રવિ પરસાણા પાસે 1.60 કરોડ પડાવ્યા હતા. મુંબઇમાં 7થી વધુ લોકો ભોગ બન્યા હોવાની પોલીસ પાસે વિગત આવી છે.
'બાપુ માટે કોંગ્રેસનો માર્ગ મોકળો છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવામાં આવી હતી. આ સમયે અર્જુન મોઢવાડિયાએ શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશને લઈને મોટા સંકેત આપી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, બાપુ માટે કોંગ્રેસનો માર્ગ મોકળો છે અને એનો નિર્ણય બાપુ અને હાઈ કમાન્ડ કરશે. શંકરસિંહે કહ્યું કે, એમને કહીશ કે આ ધંધા બંધ કરે કોઈ થવાનું નથી દીવાલ સાથે માથું પછાડવા જેવી બાબત છે. નાક દબાવી મોં ખોલવાનું હોય તો એ નહીં થાય. સત્યની વાત સાથે છીએ દબાવવાની કોશિશ ના કરો. 6 તારીખે વિપુલ ચૌધરી મામલે મહેસાણા કોર્ટમાં સાક્ષી માટે હાજર થવા સમાન્સ મળ્યું છે. કાયદો કાયદાનું કામ કરે છે. Nddb મામલે મેં અને અર્જુનભાઈએ વિપુલભાઈ માટે ભલામણ કેમ કરેલી એ મામલે અમારે જવાબ આપવા બોલાવ્યો છે. ભલામણ કરવી ગુનો હોય તો અમે કરી છે જે થાય એ કરી લો. એજન્સીઓ મારફતે કિન્નખીરી રાખી ડબલ એન્જીન સરકાર કાર્યવાહી કરે છે. આ છમકલું છે વિપુલ ચૌધરીએ વિસનગરથી લડવાની જાહેરાત કરી અને તેના કારણે સરકારના મંત્રીઓએ મળીને આ કાવતરું કર્યું હોય શકે.
અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, 6 તારીખે સરકારી વકીલની સૂચનાથી કોર્ટનું સમાન્સ મળ્યું છે . એનો જે જવાબ જરૂર આપીશું પણ સરકારને અને જનતાને જનતા વતી જણાવવાનું છે. સહકારી સંસ્થાઓ છે, બીજેપીના બાપની મિલકત નથી. આપડા વડવાની મહેનત અને પરસેવો છે. વિપુલ ચૌધરીને ફસાવવામાં આવ્યા છે. દૂધ સાગર ડેરી એશિયા ની સૌથી મોટી ડેરી છે. બીજેપીની કુટિલતા છે અને મલાઈ ખવાની વૃત્તિના કારણે તળિયે આવી ગઈ છે . જે સહકારી આગેવાનો છે તેને શરણે થવાની વૃત્તિ ના કારણે આ થયું છે. કાયદાથી સભાસદોને ચેરમેન નિમવાના અધિકાર છે. બીજેપી બતાવે કે ચેરમેન માટે મેન્ડેટ આપનાર તમે કોણ છો. તપાસ થાય એનો વાંધો નથી.
વિપુલ ચૌધરી શરણાગતિ નહોતા સ્વીકારતા અને ભાઉને વફાદાર હતા. અબજો રૂપિયા એક જ સોડામાં બનેલા છે અને એ ભાઉના કહેવાથી બનેલા છે. ભાઉને એમાં ઇન્ટરફીયર કરવાનો અધિકાર નથી અને એના કારણે 75 સંસ્થા ડૂબી ગઈ છે. હું ને બાપુ વિરોધ પક્ષ નેતા હતા અને હું પ્રમુખ હતો. સહકારી પ્રવૃત્તિ જાણનારને ચેરમેન બને એવી લાગણી હતી અને અમે ભલામણ કરી છે અને એના માટે 1 નહીં 10 કોર્ટમાં જાવા તૈયાર છીએ. પોરબંદર દૂધ સંઘ એ કરેલું છે, જે તે સમયના પશુપાલન વિભાગ સંડોવાયેલું હતું. 32 કરોડના પેપર પર બનાવ્યું અને 64 કરોડ માં દૂધ સંઘને પધરાવી દીધું.
મેન્ડેટનું માન્ય રાખે છે અને કમલમમાં ભોગ ધરે છે, એટલે ચાલે છે. બાપુ માટે કોંગ્રેસ માટે માર્ગ મોકળો છે અને એનો નિર્ણય બાપુ અને હાઈ કમાન્ડ કરશે, તેમ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. 6 ઓક્ટોબર એ સરકારી વકીલની સૂચના થી કોર્ટનું સમન્સ આવ્યું છે. તેનો જવાબ અમે જરૂર થી આપીશું, સહકારી પ્રવૃત્તિ એ ભાજપના બાપની મિલકત નથી. દાયકાઓ બાદ સમગ્ર વિશ્વ માં અમુલ મોડેલ ખયતનામ બન્યું છે,જેમાં ભાજપ નું કે ભાજપના ભાઉ નું કોઈ ફાળો નથી. જે વડીલોએ પોતાનું જીવન સભાસદોના વિકાસ માટે કાર્યરત અને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. એશિયાની સૌથી મોટી દૂધસાગર ડેરીનો આંતરિક વિખવાદના લીધે ડેરી પાછળ રહી છે. 65 હજાર કરોડ નું ટર્ન ઓવર ધરાવતું અમુલ ની મલાઈ ખાવાની વૃત્તિ ભાજપની છે. ભજપ અને ભાઉ અમને બતાવ કે મેન્ડેટ આપનાર તમે કોણ છો?? વિપુલ ચૌધરી શરણાગતિ સ્વીકારતાં ના હતા એટલે જેલમાં ગયા. ભાઉના શરણે ના જનાર વિપુલ ચૌધરું જેલમાં ગયા છે. ભાઉના કહેવાથી અબજો રૂપિયા ભ્રષ્ટાચારના લોકોએ બનાવ્યા છે. કાયદો કાયદાનું કામ કરશે,ડો.અમૃતા પટેલ રિટાયર્ડ થાય તેની બાદ અનુભવી ને આપો.