શોધખોળ કરો

Surat: સુરતમાં પતંગીની દોરીએ વધું એક વ્યક્તિનો લીધો જીવ, પાંડેસરામાં 38 વર્ષના યુવકનું ગળું કપાયું

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. પીયૂસ પોઇન્ટ બ્રિજ ઉપર પતંગના દોરાથી એક યુવકનું ગળું કપાયું છે. ઘટનાની જાણ થતા લોકોએ 108 ને ફોન કરતા 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. પીયૂસ પોઇન્ટ બ્રિજ ઉપર પતંગના દોરાથી એક યુવકનું ગળું કપાયું છે. ઘટનાની જાણ થતા લોકોએ 108 ને ફોન કરતા 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકે સિવિલ હોસ્પિટલે દાખલ કર્યો હતો. જો કે, યુવકનો જીવ બચાવી શકાયો નહતો અને તે મોતને ભેટ્યો હતો. કાળનો કોળિયો બનેલા યુવકનું નામ અકમલ અજદાની છે અને તેની ઉંમર 38 વર્ષની હતી, તે સુરતના કૈલાશ નગરમાં રહેતો હતો. મળતી માહિતી પ્રમાણે અકમલ ઘરથી મોટા ભાઈ મોહમદ અજમલને ત્યાં જવા નીકળ્યો હતો. આ દરમિયાન તેને દોરી વાગતા મોતને ભેટ્યો. અકમલ સ્ટોન ચોંટાડવાનું કામ કરતો હોવાનું  હતું.પરિવારે જણાવ્યું બે ભાઈઓમાં અકમલ નાનો હોવાનું અને મૂળ બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ATS ને પેપર લીકની પહેલાં જ પડી ગઈ હતી ખબર

ATS Press Conference: જુનિયાર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર ગુજરાતના ઉમેદવારો અને તેમના પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. લાખો લોકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ આરોપીઓને લઈને ગુજરાત એટીએસે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી છે. પેપર લીક મુદ્દે એટીએસ અધિકારી સુનીલ જોશીએ કહ્યું કે,  જે આરોપીઓ પકડાયા છે તે પહેલા પણ પકડાયેલ છે. અમે તેમના પર વોચ રાખી હતી. બાતમીનાં આધારે ટીમની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ અમારી ટીમ વડોદરા પહોંચી હતી અને સ્થળ ઉપરથી ૧૫ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

અમે પેપરના ફોટોને લઈને તમામની ચકાસણી કરી હતી. ગુજરાતના લોકોને જીત નાયક દ્વારા પેપરની કોપી આપવામાં આવી હતી. જીત નાયકને હાલ અમદાવાદમાં લઇ આવવાની તૈયારી કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના રાજ બારોટ(અરવલ્લી), પ્રણય શર્મા(અમદાવાદ), હાર્દિક શર્મા(સાબરકાંઠા) અને નરેશ મોહંતી (સુરત) સહિતના લોકો આ કૌભાંડમાં સામેલ છે.

તો બીજી તરફ નાયકની તપાસમા સામે આવ્યું કે, હૈદરાબાદની પ્રેસમાં પેપર છપાતા હતા. જીત નાયકની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના પણ બીજા આરોપી પકડાયા છે. કેતન અને ભાસ્કરની હાલ સુધીની ગુનાહિત માહિતી મળી છે. એક આરોપીની તપાસ માટે ટીમ ઓડિશા જવા રવાના કરાઇ છે. હાલમાં પેપરલીક આરોપી રાજ ઉર્ફે શિવમ બારોટના ઘરે પોલીસ પહોંચી છે. બાયડના ગાબટ રોડ પર આવેલા ફ્લેટ પર પૂછપરછ કરાઈ છે. બાયડના કેતન બાદ રાજ બારોટનું નામ પણ સામે આવ્યું છે. રાજ બારોટ આરોપી કેતન બારોટનો સાળો છે.  છેલ્લા ૧૫ દિવસથી સતત કેતન સાથે હતો રાજ બારોટ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget