સુરતમાં રેસ્ટોરન્ટની આડમાં ધમધમતા કપલ બોક્સનો પોલીસે કર્યો પર્દાફાસ
Couple Box: સુરતમાં કી એન્ડ કા રેસ્ટોરન્ટની આડમાં ધમધમતું કપલ બોક્સ પોલીસે ઝડપી પાડ્યું. કેનાલ વોક સોંપર્સના બીજા માળે LCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ હોટેલમાં 10 જેટલા કપલબોક્સ બનાવવામાં આવ્યા હતા.
સુરત: શહેરના વેસુમાં કી એન્ડ કા રેસ્ટોરન્ટની આડમાં ધમધમતું કપલ બોક્સ પોલીસે ઝડપી પાડ્યું છે. કેનાલ વોક સોંપર્સના બીજા માળે LCB ઝોન 3 દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ હોટેલમાં 10 જેટલા કપલબોક્સ બનાવવામાં આવ્યા હતા. પોલીસે રેસ્ટોરન્ટના માલિક અભિષેક ગોસ્વામીની ધરપકડ કરી છે. આ કપલ બોક્સ મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે સુરતમાં ચાલતા કપલ બોક્સનો ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદની મહિલા ડોકટર સાથે રાજકોટમાં દુષ્કર્મ
રાજકોટ: રાજકોટમાં દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદની મહિલા ડોકટર સાથે રાજકોટની એક હોટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મહિલા ડોક્ટરને સરકારી નોકરીની લાલચ આપી રાજકોટ બોલાવવામાં આવી હતી ત્યાર બાદ પ્રવાહીમાં ઘેનની દવા ભેળવી તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અમદાવાદના શાંતિનગરમાં રહેતા ડો.પાર્થ સતીષચંદ્ર મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં ડો.પાર્થે દુષ્કર્મ આચર્યા બાદ ન્યૂડ ફોટા પણ પાડી લીધા હતા. ડો.પાર્થને પકડવા રાજકોટ પોલીસ અમદાવાદ અને વડોદરામાં તપાસ કરી રહી છે.
ભાભીએ તેના દિયર સાથે સંબંધ બાંધ્યા
અમદાવાદઃ અમદાવાદમાં પ્રેમપ્રકરણનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ભાભીને તેના દિયર સાથે સંબંધ બંધાતા તેની નાની બહેનના લગ્ન દિયર સાથે કરાવી દીધા હતા. કોઈને શંકા ન જાય અને પોતાનું પ્રેમપ્રકરણ ચાલુ રહે તે માટે પરિણીતાએ ખતરનાક ગેમ રમી હતી. પરંતુ આખરે ભાંડો ફૂટ્યો હતો. અમદાવાદમાં રહેતી એક યુવતીને 15 વર્ષથી દિયર સાથે પ્રેમસંબંધ હતો. દિયરને પોતાનો બનાવી રાખવા મહિલાએ પોતાની જ નાની બહેનના દિયર સાથે લગ્ન કરાવી દીધાં હતાં. જીજા-સાળીનો સંબંધ બની જતાં પ્રેમસંબંધ અંગે કોઈને શંકા પણ ન જાય અને સાથે રહી શકે તેના માટે મહિલાએ લગ્ન કરાવી દીધાં હતાં. જોકે જ્યારે મોબાઈલમાં મોટી બહેન અને પતિ વચ્ચે વાતો અને ફોન કોલની જાણ થતાં મહિલાએ અભયમ હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે બંને બહેનો અને યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું. ભાભી-દિયરમાંથી જીજા સાળી બનીને પ્રેમ સંબંધનો અંત લાવી પતિ-પત્ની અલગ રહેવા જશે તેવી બાંહેધરી આપતા સુખદ સમાધાન થયું હતું.