શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Surat: પરિવારે જેની સાથે સગાઈ તોડી હતી એ જ યુવક સાથે અમદાવાદની 19 વર્ષની યુવતીએ બાંધ્યા શારીરિક સંબંધ ને..........
અમદાવાદની 19 વર્ષીય યુવતીની સુરતમાં તેની જ જ્ઞાતિના યુવક સાથે સગાઇ થઈ હતી. આ પછી કોઈ કારણસર સગાઇ તૂટી ગઈ હતી.
સુરતઃ પુણામાં લિવ-ઇન રિલેશનમાં રહેતી અમદાવાદની યુવતી પર પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદની 19 વર્ષીય યુવતીની સુરતના યુવક સાથે સગાઇ થઈ હતી. જોકે, કોઈ કારણસર સગાઈ તૂટી ગઈ હતી. જોકે, બંને એકબીજાને પસંદ કરતા હોવાથી બંને સુરતમાં લિવ-ઇન રિલેશનમાં રહેતા હતા. આ દરમિયાન યુવકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની યુવતીએ ફરિયાદ કરી છે. યુવકે યુવતીનો અંગતપળોનો વીડિયો પણ બનાવ્યો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે અમદાવાદની 19 વર્ષીય યુવતીની સુરતમાં તેની જ જ્ઞાતિના યુવક સાથે સગાઇ થઈ હતી. આ પછી કોઈ કારણસર સગાઇ તૂટી ગઈ હતી. જોકે, આ પછી યુવતી ભાગીને સુરત આવી ગઈ હતી અને બંને સગાઈ તૂટી તે જ યુવક સાથે લિવ-ઇન રિલેશનમાં રહેવા લાગી હતી.
યુવતીને લિવ-ઇનમાં થોડો સમય રહ્યા પછી તેની સાથે લગ્ન કરશે, તેમ યુવકે જણાવ્યું હતું. આ પછી તેઓ અલગ અલગ સ્થળે ફરવા પણ ગયા હતા. આ સમયે યુવક યુવતીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં, યુવતી વિરોધ કરે તો અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો.
યુવતીનો આક્ષેપ છે કે, યુવક તેને પ્રેગ્નેન્ટ કરવા માંગતો હતો અને તેને માર પણ મારતો હતો. દરમિયાન કોઈ સંબંધી ઘરે આવતાં યુવતીએ તેમના ફોનથી પિતાને સમગ્ર હકિકત જણાવતા તેઓ સુરત આવ્યા હતા. તેમજ દીકરીને સાથે લઈ પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion