શોધખોળ કરો

સુરતમાંથી પણ ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવાયો

સુરત પુણા નિયોલ ચેક પોસ્ટ નજીકથી 5.85 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. SOG પોલીસે બાતમીના આધારે પ્રવીણ બિશ્નોઇ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી.

સુરતઃ સુરતમાંથી પણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર સુરત પુણા નિયોલ ચેક પોસ્ટ નજીકથી 5.85 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. SOG પોલીસે બાતમીના આધારે પ્રવીણ બિશ્નોઇ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી.

10 હજાર કિલોગ્રામ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે  સુરત પોલીસ કમિશનરે પત્રકારોને જણાવ્યુ કે, સરથાણાના રહેવાસી જેમીન છગન સવાણીએ MD ડ્ર્ગ્સ મંગાવ્યું હતું. MD ડ્રગ મુંબઇથી આવતુ હતુ જો કે પોલીસની કામગીરીથી આ રૂટ બંધ થયો છે. એટલે હવે મુંબઇથી વાયા રાજસ્થાન થઇ ગુજરાતમાં MD ડ્રગ્સ લાવવામાં આવી રહ્યુ છે. જો કે પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખી રાજસ્થાનના મોસ્ટ વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો.

અગાઉ 10 હજાર કિલો ગ્રામ ડ્રગ્સ કેસમાં પણ આરોપી વોન્ટેડ હતો. માહિતીના આધારે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી પોલીસે બિશ્નોઈની ધરપકડ કરી હતી. આરોપી પર રાજસ્થાનમાં 15 ગુના નોંધાયેલા હોવાની પણ જાણકારી છે. આ સાથે પોલીસ કમિશ્નરે ગુજરાતની જનતાને અપીલ કરી કે, ડ્રગ્સનો મુદ્દો હળવાશથી ન લેવો. કોઇ પણ જાણકારી મળે તો તુરંત પોલીસને જાણ કરવી.

તો આ તરફ ગઈકાલે અમદાવાદના સાણંદ- સરખેજ હાઈવે પરથી પોલીસે બે આરોપીની MD ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીને માહિતી મળી હતી કે શાહનવાઝ ગાંગી અને મોહમંદ વોરા MD ડ્રગ્સનો જથ્થો લઈ અમદાવાદ તરફ આવી રહ્યા છે. જેના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વોચ ગોઠવી હતી. આ સમયે બંને શખ્સો પસાર થતા પોલીસે અટકાવ્યા અને તપાસ કરતાં બંન્ને પાસેથી 17.50 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની બે લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
Embed widget