(Source: ECI/ABP News/ABP Majha)
Surat: સુરત પોલીસની તોડપાણી કરવાની મોડસ ઓપરેન્ડી, વીડિયો જોઈને ચોંકી જશો
સુરત: શહેરમાં ફરી એકવાર પોલીસના તોડપાણીનો વીડિયો સામે આવ્યો છે. TRB જવાન અને તેની સાથે એક ખાનગી વ્યક્તિ તોડ કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને ફરી સુરત પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
સુરત: શહેરમાં ફરી એકવાર પોલીસના તોડપાણીનો વીડિયો સામે આવ્યો છે. TRB જવાન અને તેની સાથે એક ખાનગી વ્યક્તિ તોડ કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ખાખી વરદીમાં પોલીસકર્મી દૂર ઉભા રહે છે અને બીજી બાજુ TRB અને ખાનગી વ્યક્તિ તોડ કરે છે. આ તોડપાણીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સુરતના એક જાગૃત નાગરિક જયેશ ગુર્જરે આ સમગ્ર તોડકાંડનો વીડિયો બનાવ્યો. જયેશ ગુર્જરે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને લઈને ફરી સુરત પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
TRB જવાન અને ખાનગી વ્યક્તિની તોડબાજીથી લોકો પણ પરેશાન છે. આતંકવાદી હોય તેમ ટીઆરબી જવાન પકડવા દોડે છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે સુરતમાં આ રીતે તોડપાણી કરવાની ઘટના સામે આવી હોય. આ પહેલા પણ ટીઆરબી જવાનનો વીડિયો સામે આવ્યો હતો. હવે સવાલ એ છે કે આ જવાનો ઉપર કોની રહેમ નજર છે. કેમ આ લોકોને કોઈનો ડર નથી. શું આ ઘટનામાં કોઈ મોટા અધિકારીઓનો પણ હાથ છે? હાલમાં આવા અનકે સવાલો ઉઠી રહ્યા છે.
આણંદ ભાજપના નેતાએ મિત્રની પત્નીને જ બનાવી હવસનો શિકાર
આણંદઃ ખંભાત તાલુકા ભાજપનાં કાર્યકર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. ભાજપના કાર્યકર કેતન ઉર્ફે પપ્પુ પટેલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. ભાજપના તાલુકા પંચાયતના સભ્યનાં પતિ છે કેતન પટેલ. ભાજપના કાર્યકરે મિત્રની પત્નીને જ હવસનો શિકાર બનાવી છે. ઉંદેલ ગામની પરિણીતાને હવસનો શિકાર બનાવી હતી. ફોટો અને વિડિઓ વાયરલ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ ગુજારતો હતો. તારાપુર અને વલ્લભવિદ્યાનગરની હોટલોમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતો હતો. છેલ્લા એક વર્ષથી ગુજારતો હતો દુષ્કર્મ. પરિણીતાનો પતિ, જેઠ અને સસરા હત્યા કેસમાં જેલમાં હોઈ તકનો લાભ લઇ દુષ્કર્મ ગુજારતો હતો. પરિણીતાએ ખંભાત સીટી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ.
ગુજરાત કોંગ્રેસના આ નેતા જુગાર રમતા ઝડપાતા ચકચાર
આણંદનાં વૉર્ડ નં 3 નાં કૉંગ્રેસના કાઉન્સિલર જુગાર રમતા ઝડપાયા છે. નાપાડ વાંટા ગામે ચાલતા જુગાર ધામમાં કોંગ્રેસના નેતાઓ જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આણંદ ગ્રામ્ય પોલીસે છાપો મારી કાઉન્સિલર સહિત 6 શખ્સોને ઝડપી પાડયા છે. વૉર્ડ નં 3 નાં કૉંગ્રેસના કાઉન્સિલર રજ્જાકભાઈ ઉર્ફે રજ્જાક કાળિયો જુગાર રમતા ઝડપાયા છે. રજ્જાકભાઈ અગાઉ અનેકવાર જુગારમાં પકડાયા હોવાની ચર્ચા છે. આણંદ ગ્રામ્ય પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.