શોધખોળ કરો

Crime News: વિધર્મી યુવકે વીડિયો કોલ કરી સગીરાના ઉતરાવ્યા કપડા, વીડિયો બનાવી શારીરિક સંબંધ બાંધવા કરી બ્લેકમેઇલ

સુરતમાંથી સગીરાને બ્લેકમેઈલ કરતો વિધર્મી યુવક ઝડપાયો હતો.

સુરતમાંથી સગીરાને બ્લેકમેઈલ કરતો વિધર્મી યુવક ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં સગીરાનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર વિધર્મી યુવક સાજીદ આસિફ અલી દૂધવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી સાજીદ આસિફ અલી દૂધવાલાએ સગીરાને વીડિયો કોલ પર કપડા ઉતરાવ્યા હતા અને બાદમાં આ વીડિયોની મદદથી શારીરિક સંબંધ બાંધવા માટે સગીરાને બ્લેકમેઇલ કરતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

Crime News: વિધર્મી યુવકે વીડિયો કોલ કરી સગીરાના ઉતરાવ્યા કપડા, વીડિયો બનાવી શારીરિક સંબંધ બાંધવા કરી બ્લેકમેઇલ

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કતારગામની ૧૬ વર્ષીય સગીરા શાળામાં રિસેસ દરમિયાન સિટીલાઇટના અજય કેફેની બહાર જતી હતી. દરમિયાન કેફેમાં બેસવા આવતા આરોપી સાજીદ આસિફ અલી સાથે તેની મિત્રતા થઇ હતી. બાદમાં વિધર્મી યુવકે સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી તેને પોતાની બહેનના ઘોડદોડ રોડ સ્થિત લઇ ગયો હતો. જ્યાં સગીરા સાથે શારીરિક અડપલા કરી તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી યુવકે સગીરાને વીડિયો કોલ કરાવી કપડા ઉતરાવી તેનું રેકોડિંગ કરી લીધું હતું. બાદમાં આ વીડિયોની મદદથી આરોપી સગીરાને શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. આરોપી યુવકના પિતા કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

જોકે કેટલાક દિવસથી સગીરા ગુમસુમ રહેતી હતી જેથી માતાપિતાએ તેની સાથે વાત કરતા આ સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો. બાદમાં આ મામલે માતા-પિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો અને છેડતીની ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે આરોપી સાજીદ આસિફ અલીની ધરપકડ કરી હતી.

ગઇકાલે સુરતમાં નર્સ સાથે આર્મી જવાન અને તેના ભાઇએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી.  નર્સની ફરિયાદ મુજબ લગ્નની લાલચ આપી આર્મી જવાને શારિરીક શોષણ કર્યું હતું. આટલું જ નહિ આર્મી જવાને તેમના ફોટો વાયરલ કરીને બ્લેક મેઇલ કરવાની પણ ધમકી આપી હતી. નર્સની ફરિયાદ બાદ પોલીસે આર્મીમેનના ભાઈ વિપુલ રાઠવાની  ધરપકડ કરી છે. આરોપી આર્મીનો જવાન છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી છે.

તો બીજી તરફ સુરતમાં  શહેરમાંથી વધુ એક ચોંકાવનારી પ્રેમ પ્રકરણની ઘટના સામે આવી છે. અહીં એક પાડોશીએ એક યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો છે. પ્રેમીએ પોતાની પ્રેમિકા પોતાની સાથે વાત નથી કરતી એમ કહીને આ વીડિયો વાયરલ કરી દીધો, જોકે, બાદમાં યુવતીના પરિવારજનોએ યુવક સામે પોલીસ ફરિયાદ કરી હતી.        

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર

ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર

પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
Cyclone Arnab: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' નું રૌદ્ર રુપ, દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
પોસ્ટ RD સ્કીમ: 5 વર્ષ દર મહિને 4000 રુપિયા જમા કરો, તમને મળશે 2.85 લાખ, જુઓ કેલ્ક્યુલેશન
Silver Price Crash: ચાંદીમાં આજે ફરી મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી ₹2.26 લાખ સસ્તી!

ઓપરેશન ગંગાજળની ઝપેટમાં વધુ બે ઉચ્ચ અધિકારીઓ, સરકારે સમય પહેલા જ કરી દીધા નિવૃત

વધુ શક્તિશાળી બન્યું ચક્રવાતી વાવાઝોડું અર્નબ, અલોર્ટ પર 4 રાજ્યો, 53 ટ્રેનો રદ, 12 કલાક ભારે

આજથી રેલવેનો નવો નિયમ લાગુ, કાઉન્ટર ટિકિટ પર પણ 45 પૈસામાં મળશે 10 લાખનું વીમા કવચ

Embed widget