શોધખોળ કરો
Advertisement
સુરતઃ યુવતી સાથે લિવ ઈનમાં રહેતા વેપારીને પ્રેમિકા મુદ્દે મિત્ર સાથે કેમ થયો ઝગડો ? જાણો શું આવ્યો આ ઝગડાનો અંત ?
લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાંપ્રેમિકા સાથે રહેતો હતો. બુટલેગરને તેના મિત્રને તેની પ્રેમિકા બાબતે બબાલ થઈ હતી.
સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો છે. લિંબાયત વિસ્તારમાં આવેલ શિવ દર્શન સોસાયટીમાં જરી કામ કરતા યુવકની હત્યા કરી નાંખવામાં આવી છે. લિંબાયત પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લીંબાયત બાલાજી નગરમાં મૃતક બુટલેગર હોવાની ચર્ચા છે.
બુટલેગરને ચપ્પુના 5 ઘા મારી હત્યા કરવામાં આવી છે. લાલચંદની વહેલી સવારે હત્યા કરાઈ હતી. પ્રેમિકાની સામે જ હત્યા કરવામાં આવી હતી. વહેલી સવારે દારૂના અડ્ડા પર હત્યા કરવામાં આવી હતી. હત્યારો સંતોષ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો છે. લીંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના લીંબાયતમાં રત્નપ્રભા સોસાયટીમાં લાલચંદ દશરથ દેશી દારૂનો વેપાર કરે છે, પરંતુ પોલીસના મતે તે ઝરીનો વેપારી હતો. લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાંપ્રેમિકા સાથે રહેતો હતો. બુટલેગરને તેના મિત્રને તેની પ્રેમિકા બાબતે બબાલ થઈ હતી. જેની અદાવત રાખીને આજે સવારે લાલચંદ દારૂના ચિકાર નાશમાં આવેશમાં આવી જઈને પોતાના મિત્ર સંતોષને મારવા ગયો હતો. સંતોષ અને લાલચંદ બંને મહારાષ્ટ્રીયન છે.
સંતોષ પોતાના ઘર નજીક સવારમાં કોઈ કામ કરી રહ્યો હતો, ત્યારે જ લાલચંદે આવીને તેના પર લાકડાના ફટકા વડે હુમલો કરી ઇજા કરી ભાગી છૂટ્યો હતો. બાદમાં સંતોષ લાલચંદના દારૂના અડ્ડા પર જઈને લાલચંદ પર ચપ્પુના ઉપરા છાપરી પાંચ જેટલા ઘા મારી તેની કરપીણ હત્યા કરી ભાગી છૂટ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement