શોધખોળ કરો

Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

Surat Accident: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર એક અત્યંત કરૂણ અને ભયાનક અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઈવે પર પૂરઝડપે જઈ રહેલી એક કાર આગળ ચાલી રહેલા ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર કાર અકસ્માત થયો.
  • ઊભેલા ડમ્પર પાછળ કાર અથડાતા ચારના ઘટનાસ્થળે મોત.
  • મૃતકો વાપીના, મુંબઈથી પાટણ તરફ જઈ રહ્યા હતા.
  • ગીર સોમનાથમાં ડમ્પર-બાઈક ટક્કરમાં એકનું મૃત્યુ થયું.

Surat Accident: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર એક અત્યંત કરૂણ અને ભયાનક અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઈવે પર પૂરઝડપે જઈ રહેલી એક કાર કામરેજ તાલુકાના તાપી ઓવરબ્રિજ નજીક છેલ્લી લાઇન પાછળ ઉભેલા ડમ્પર પાછળ કાર ધડાકા ભેર અથડાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર તમામ ચાર લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યા છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, તમામ મૃતકો વાપીના બલીઠા ગામના વતની હોવાનું સામે આવ્યું છે અને તમામ લોકો મુંબઈથી પાટણ જઈ રહ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. 

 

તો આ અંકસ્માત અંગે સામે આવેલી વિગતો અનુસાર ડમ્પરના ચાલકે વાહનમાં એર પ્રેશરની અચાનક સમસ્યા ઊભી થવાના કારણે તેને રસ્તા પર ઊભું રાખ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ આવતી લાલ રંગની હેરિયર કાર ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનત હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો...Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ

નોંધનિય છે કે, અકસ્માતની ઘટના બનતાની સાથે જ એક્સપ્રેસ વે પર થોડીવાર માટે વાહન વ્યવહારની અવરજવર પર સમસ્યા સર્જાઈ હતી અને થોડો ટ્રાફીક થયો હતો. ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી વધુ તપાસ હાથ ધરી હતી. 

ગીર સોમનાથમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર અને બાઇક વચ્ચેની ટક્કરમાં IIFL ફાઇનાન્સના કર્મચારીનું નીપજ્યું કરૂણ મોત

ગીર સોમનાથ જિલ્લાના ધોકડવા બેડીયા રોડ પર એક અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સવારના સમયે બાઇક પર ધોકડવા તરફ જઈ રહેલા ઉમેજ ગામના વતની હિંમતભાઈ વાળાની બાઇક અને પૂરઝડપે આવતા ડમ્પર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં હિંમતભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. મૃતક હિંમતભાઈ IIFL ફાઇનાન્સમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તુરંત સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

Frequently Asked Questions

સુરતમાં ક્યાં અને કેવો અકસ્માત થયો હતો?

સુરતના નેશનલ એક્સપ્રેસ હાઈવે પર કામરેજ તાલુકાના તાપી ઓવરબ્રિજ નજીક એક કાર ઉભેલા ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માત અત્યંત ભયાનક હતો.

આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા અને તેઓ ક્યાંના વતની હતા?

આ કરૂણ અકસ્માતમાં કારમાં સવાર તમામ ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તેઓ વાપીના બલીઠા ગામના વતની હતા અને મુંબઈથી પાટણ જઈ રહ્યા હતા.

ડમ્પર રસ્તા પર શા માટે ઊભું હતું?

પ્રાથમિક માહિતી મુજબ, ડમ્પરના ચાલકે વાહનમાં એર પ્રેશરની અચાનક સમસ્યા ઊભી થવાના કારણે તેને રસ્તા પર ઊભું રાખ્યું હતું.

Advertisement

ટોપ સ્ટોરી

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Advertisement

વિડિઓઝ

Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની બહેનોને આપી નવરાત્રિની ભેટ
Navratri Special: અંકમાં આદ્યશક્તિ: ન્યુમેરોલોજી અને નવરાત્રીનું શું છે ખાસ કનેક્શન? જાણો આ રહસ્ય!
Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
Embed widget