શોધખોળ કરો

Surat: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા સામે સરકારની લાલ આંખ, લાખો રુપિયાનો સામાન કર્યો જપ્ત

સુરત: રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે.

સુરત: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, મરચાં પાવડર, હળદર પાવડર, ધાણા જીરૂ પાવડર, ગ્રીન કલર, યલો કલર મળીને અંદાજીત રૂ. ૩,૯૮,૨૨૦/-નો આશરે ૩૦૫૭.૪ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સુરતના કડોદરા ખાતેથી જપ્ત કરાયો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

કોશિયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, તાજેતરમાં ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા મરચાં પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરુંમાં ચોખાની કુશકી તથા કલરની થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડ આચરનાર વેપારી જૈન દિલીપકુમાર પુખરાજભાઈ, મે.જે.ડી એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ૨૮-૨૯ સૃષ્ટી ઇન્ડ. એસ્ટેટ, મુ.કડોદરા, તા. પલાસાણા, જિ. સુરતની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર મરચાં પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરુ પાવડરનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. 

આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડરમાં કલર તથા ચોખાની કુશ્કીની ભેળસેળ કરતાં હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત હળદર પાવડર અને ધાણા જીરૂમાં કલરની ભેળસેળ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટીએ જોવા મળતું હતું. જેમાં તપાસ દરમિયાન સ્થળ પર “OIL GREEN G CONC”નો ૮ કિલોગ્રામ જથ્થો તથા “OIL YELLOW M CONC” કલરનો ૯. ૪ કિલોગ્રામ જ્થ્થો સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડ્યો છે. વેપારી દ્વારા મરચાં પાવડર SUPER 7 DAYS RED CHILLIES Powder લેબલથી પેક કરતા હતા જેના પર ઉત્પાદક તરીકે "Super Seven Days Product, India" દર્શાવવામાં આવતું હતું, તેમજ ધાણા પાઉડર Hindava Brand Corrender Powder ના પેકીંગ ઉપર "Gujarat Agro Industries, Market Yard, Unjha (Gujarat)" ખોટું સરનામું છાપવામાં આવતું હતું. આમ, બંને પેકીંગ ઉપર ખોટું સરનામું દર્શાવીને પેકીંગ થતું હતું. 

વધુમાં સ્થળ પરથી મરચાં પાવડર-૦૨, હળદર પાવડર -૦૧ અને ધાણા જીરૂ પાવડર-૦૧, ગ્રીન કલર- ૦૧, યલો કલર- ૦૧ મળીને કુલ-૦૬ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે જ્યારે બાકીનો આશરે ૩૦૫૭.૪ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૩,૯૮,૨૨૦/-(અંકે રુપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર બસ્સો વીસ) થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget