શોધખોળ કરો

હાર્દિક પટેલ વિશે અલ્પેશ કથીરિયાએ કર્યું એવું નિવેદન કે જાણીને ચોંકી જશો, જાણો શું કહ્યું ?

અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, હાર્દિક પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે પણ  કોંગ્રેસમાં નિષ્ફળ ગયો છે.  જેલમુક્ત થયેલા અલ્પેશનું હાર્દિકે લાજપોર જેલ બહાર સ્વાગત કર્યું છતાં આ નિવેદન આપ્યું છે.

સુરતઃ એટ્રોસિટીના કેસમાં ત્રણ મહિનાના જેલવાસ પછી બહાર આવેલા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ વિશે ચોંકાવનારું નિવેદન કર્યું છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, હાર્દિક પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે પણ  કોંગ્રેસમાં નિષ્ફળ ગયો છે.  ગુરૂવારે  જેલમુક્ત થયેલા અલ્પેશ કથીરિયાનું હાર્દિક પટેલે સુરતની લાજપોર જેલની બહાર સ્વાગત કર્યું હતું છતાં કથીરિયાએ આ નિવેદન આપ્યું છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીનાં વખાણ કરતાં અલ્પેશ કથિરિયાએ કહ્યું- કે, વર્ષોથી ભાજપે જે ગુજરાતમાં નથી કર્યું આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કરી બતાવ્યું છે. 

જેલમુક્ત થયા બાદ PAAS કન્વીનર કથીરિયાનો મોટો દાવો, કહ્યું- ભાજપ, કૉંગ્રેસ, AAPમાંથી આમંત્રણ 

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયાએ જેલમુક્ત થતા જ મોટો દાવો કર્યો છે. વેલંજામાં મારામારી અને એટ્રોસિટીના કેસમાં અલ્પેશ કથિરિયા ત્રણ મહિનાથી લાજપોર જેલમાં બંધ હતો. જેલમુક્ત થતાની સાથે જ અલ્પેશ કથીરિયાએ કર્યો છે મોટો દાવો.

અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ભાજપ, કૉંગ્રેસ અને આપ ત્રણેય તરફથી પક્ષમાં જોડાવવા આમંત્રણ મળ્યું છે. રાજનીતિમાં આવવું કે નહીં તે પાસની બેઠક બાદ નક્કી કરીશું. ભાજપ જો કેસ પાછા ખેંચશે તો પાસનું વલણ બદલાશે તેવા પણ અલ્પેશ કથીરિયાએ સંકેત આપ્યા છે.

નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટેમાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરાયેલા રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયા 3 મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતો. હવે આજે તેનો જેલમાંથી છૂટકારો થશે. તેની સાથે 12 આરોપીને અગાઉ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. એડવોકેટ જનરલે રાજદ્રોહ જેવા ગુનામાં જામીન ના આપવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં અલ્પેશ કથીરિયાના એડવોકેટ બાબુ માંગુકિયા અને બેલા પ્રજાપતિએ કોર્ટ સમક્ષ અનેક દલીલો કરી હતી અને જામીનની માગણી કરી હતી.

અલ્પેશ જેલ બહાર આવ્યા બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાઇ  શકે છે. અત્યારે મોટા ભાગના પાસના કાર્યકરો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. હવે અલ્પેશ કથીરિયા આપમાં જશે કે નહીં તેને લઈને પણ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

ગત 21મી ફેબ્રુઆરીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં અલ્પેશની આગેવાનીમાં 50થી 60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 માણસોનું બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારુતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા માર્યા હતા તેમજ પથ્થરથી માર માર્યો હતો. ઉપરાંત 3000 રૂપિયાની લૂંટ કરી મારૂતિ વાનના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ કથીરિયા અને અન્યો સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી.

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget