શોધખોળ કરો

જાણો ક્યા નેતાએ હાર્દિક પટેલને ભાજપમા આવવા આપી ખુલ્લી ઓફર

સુરત: જ્યારથી હાર્દિક પટેલે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ એવી અટકળો પણ વહેતી થઈ છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શકે છે.

સુરત: જ્યારથી હાર્દિક પટેલે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ એવી અટકળો પણ વહેતી થઈ છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શકે છે. તો આ મામલે હવે આમ આદમી પાર્ટી અને ભાજપ બન્ને હાર્દિકને આવકારી રહ્યા છે. બીજેપી નેતા અશોક જીરાવાળાએ હાર્દિક પટેલને ભાજપમાં આવી જવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પાટીદારને ક્યારેય નેતૃત્વ આપ્યું નથી. આજે પણ કોંગ્રેસ માધવસિંહ સોલંકીની થિયરી પર ચાલે છે. તો બીજી તરફ ભાજપમાં પાર્લામેન્ટથી લઈને જિલ્લા પંચાયત સુધી પાટીદારને નેતૃત્વ મળ્યું છે. હવે હાર્દિકે કોંગ્રેસ છોડી દેવી જોઈએ અને ભાજપમાં આવી જવું જોઈએ.

કોંગ્રેસની નિર્ણયશક્તિ સામે સવાલ ઉઠાવતા હાર્દિક પટેલને દિલ્હીનું તેડું

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. મીડિયામાં કોંગ્રેસની નિર્ણયશક્તિ અંગે કરેલા નિવેદન બાદ તેડું આવ્યું છે.  હાર્દિક પટેલ આજે કોંગ્રેસ હાઈકમાંડને મળશે. નોંધનિય છે કે, હાર્દિક પટેલે કરેલા નિવેદન અંગે પ્રભારી રઘુ શર્માએ દિલ્હીમાં રિપોર્ટ કર્યો છે. તો બીજી તરફ હાર્દિક પટેલ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા હોવાનો સૂત્રોનો દાવો છે. તમને જણાવી દઈએ થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસની નિર્ણય શક્તિ અંગે સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ સમગ્ર રાજ્યમાં હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા શરૂ થઈ હતી. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં શરૂ થયેલો કકળાટ આગામી સમયમાં ક્યા જઈને અટકશે તે જોવું રહ્યું.

હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના એક બાદ એક નિવેદનથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે. રાજકીય વિશ્લેષકો તો ત્યાં સુધી કહી રહ્યાં છે કે હાર્દિકનો કોંગ્રેસ સાથે મોહભંગ થઇ ગયો છે અને હવે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી દેશે. છેલ્લા એક દિવસથી હાર્દિક કોંગ્રેસ અંગેના નિવેદનો કરી રહ્યો છે અને આજે 14 એપ્રિલે હાર્દિક પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. 

PTI સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસમાં મને હેરાન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ ઈચ્છી રહ્યાં છે કે હું કોંગ્રેસ પાર્ટી છોડી દઉં. મને બહુ દુઃખ થયુ છે. મેં આ અંગે રાહુલ ગાંધીને અનેકવાર વાત કરી છે, પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં.  એક બાજુ કોંગ્રેસમાં નરેશ પટેલની એન્ટ્રીની ચર્ચાઓ થઇ રહી છે, તો બીજી બાજુ હાર્દિક પટેલના આ સ્ફોટક નિવેદનતબી કોંગ્રેસમાંથી હાર્દિક પટેલની ‘એક્ઝિટ’ અંગેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પરંતુ આ અંગે હાર્દિક પટેલે જ વધુ એક ખુલાસો કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે તે પાર્ટીમાં જ રહેશે. હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું, 

સાચું બોલવું જોઈએ કારણ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા અમારી  પાસેથી આશા રાખે છે અને જો આપણે એ અપેક્ષા પર ખરા ઉતરી ન શકીએ તો આ નેતૃત્વનો શો અર્થ! આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને કરતો રહીશ. પદના મોહતાજ નહીં પણ કામનો ભૂખ્યો છું. હાર્દિક પટેલના નિવેદનથી એ પણ પ્રશ્ન ઉભો થાય છે કે શું હાર્દિક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું  પદ છોડી દેશે? આ પ્રશ્નનો જવાબ તો આવનારો સમય જ આપશે. 

ટોપ સ્ટોરી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget