શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરત ભાજપમાં ભડકોઃ જાણો કેટલા આગેવાનો જોડાયા કોંગ્રેસમાં?
બારડોલીમાં ભાજપનો કેસરીયો ઉતારીને 25 વર્ષ જૂના 200 જેટલા કાર્યકરો-આગેવાનોએ કોંગ્રેસના પંજાનો હાથ ઝાલ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપમાં ભંગાણ સર્જાયું છે.
![સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરત ભાજપમાં ભડકોઃ જાણો કેટલા આગેવાનો જોડાયા કોંગ્રેસમાં? Bardoli BJP leaders join congress before sthanik swaraj elections in Gujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરત ભાજપમાં ભડકોઃ જાણો કેટલા આગેવાનો જોડાયા કોંગ્રેસમાં?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/23161426/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર.
સુરતઃ આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ફરી એકવાર ભાજપમાં ભંગાણ સર્જાયું છે. સુરત જિલ્લાના બારડોલીમાં કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નારાજ નેતાઓ પક્ષ પલટા કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાં ભાજપના પીઢ નેતાઓ અને કાર્યકરોએ પક્ષ પલટો કર્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, બારડોલીમાં ભાજપનો કેસરીયો ઉતારીને 25 વર્ષ જૂના 200 જેટલા કાર્યકરો-આગેવાનોએ કોંગ્રેસના પંજાનો હાથ ઝાલ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપમાં ભંગાણ સર્જાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)