શોધખોળ કરો

Gujarat Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલી નગરપાલિકાનું પરિણામ જાહેર, જાણો કયા ખીલ્યું કમળ

Gujarat Local Body Election 2026 Results:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં તારીખ 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું.

Gujarat Local Body Election 2026 Results:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં તારીખ 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું.જેની મતગણતરી આજે એટલે કે 28 એપ્રિલના રોજ શરુ થઈ ગઈ છે. નોંધનિય છે કે, રાજ્યમાં મુખ્ય 3 પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટાની ટક્કર છે. 

આજે 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. કુલ 10,005 બેઠકોમાંથી 732 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

ગણદેવી નગરપાલિકાનું પ્રથમ પરિણામ જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગણદેવી નગરપાલિકાનું પ્રથમ પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગણદેવી નગરપાલિકાની તમામ 24 બેઠકો પર કમળ ખીલ્યું છે અને ભાજપે ક્લિનસ્વીપ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં ભાજપનો દબદબો એટલો મજબૂત હતો કે કુલ 24 બેઠકોમાંથી 22 ઉમેદવારો તો અગાઉ જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

ચૂંટણીનું મહત્વ
આ ચૂંટણીમાં જે પક્ષ સૌથી વધુ પાલિકા અને પંચાયતોમાં વિજય મેળવશે, તેના માટે 2027ની વિધાનસભા ચૂંટણીનો રસ્તો સરળ બનશે. ભાજપ સામે 2021ના શાનદાર પરિણામોનું પુનરાવર્તન કરવાનો પડકાર છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) માટે આ અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ છે.

આ પણ વાંચો...Gujarat Local Body Election 2026 Results Live: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ, 732 બેઠકો જાહેર થઈ ચુકી છે બિનહરીફ

લુણાવાડા ન.પાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

લુણાવાડા નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નં. 5માં ભાજપના રક્ષાબેન પરમાર 1275 મત સાથે જીત્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર કૃપાબેન ખાંટને 1040 મત મળ્યા છે.

સાવલી ન.પાની વોર્ડ નં.1 અને 2માં ભાજપની પેનલનો વિજય 

સાવલી નગરપાલિકાના વોર્ડ નં. 1 અને 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં. 2માં ભાજપના ગિરિશ પરમાર, પરેશ ગાંધી, રેખાબેન ચૌહાણ અને સેજલ શાહ વિજયી થયા છે. જ્યારે વોર્ડ નં. 1માં અમરીનબાનુ જાવેદખાન પઠાણ, કિરણબેન ઠાકોર, ત્વરિલ પઠાણ અને મનીષ વસાવાએ જીત મેળવી છે.

આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી AAP માટે સારા સમાચાર સામે આવ્યા છે. આકોલવાડી તાલુકા પંચાયતમાં AAPના ઉમેદવાર મનીષ ગોંડલીયાએ 221 મતોથી જીત મેળવી છે, જેના કારણે પાર્ટીએ અહીં પોતાનું ખાતું ખોલ્યું છે.

ટોપ સ્ટોરી

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget