શોધખોળ કરો

Gujarat Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે કરાશે જાહેર, 25, 637 ઉમેદવારોના રાજકીય ભાવીનો થશે ફેંસલો

Gujarat Local Body Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટેના મતદાન બાદ હવે તમામની નજર આજના ચૂંટણી પરિણામ પર છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતગણતરી બાદ પરિણામો જાહેર.
  • અમદાવાદ, વડોદરા, સુરત મહાનગરોમાં મતદાનના જૂના રેકોર્ડ તૂટ્યા.
  • નવનિર્મિત વાપી મહાનગરપાલિકામાં સૌથી વધુ 65.68% મતદાન નોંધાયું.
  • 25,637 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો થશે.

Gujarat Local Body Election 2026 Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટેના મતદાન બાદ હવે તમામની નજર આજના ચૂંટણી પરિણામ પર છે. રાજ્યની કુલ 15 મહાનગરપાલિકાઓમાં 49.02 ટકા, સામાન્ય નગરપાલિકાઓમાં 59.50 ટકા, પેટા નગરપાલિકાઓમાં 55.38 ટકા,  તો 34 જિલ્લા પંચાયતોમાં 61.69 ટકા, જ્યારે 260 તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન નોંધાયુ હતું. આ ચૂંટણીમાં રાજ્યના ત્રણ મુખ્ય મહાનગરો અમદાવાદ, વડોદરા અને સુરતમાં મતદારોએ ગત 2021ની ચૂંટણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સુરતમાં તો મતદાનની ટકાવારીમાં 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ મતદારોએ ગરમીને મ્હાત આપીને 44.69 ટકા મતદાન કર્યું છે. 

બીજી તરફ, નવનિર્મિત વાપી મહાનગરપાલિકામાં તો લોકશાહીનો જુવાળ જોવા મળ્યો હોય તેમ સૌથી વધુ 65.68 ટકા બમ્પર મતદાન નોંધાયું છે. 393 સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના કુલ 7 હજાર 253 વોર્ડની 9 હજાર 263 બેઠકો માટે કૂલ 25 હજાર 637 ઉમેદવારો વચ્ચે 26 એપ્રિલના રોજ જંગ ખેલાયો હતો. સવારના સાત વાગ્યે શરુ થયેલું મતદાન સાંજના છ વાગ્યે પૂર્ણ થયું ત્યા સુધીના 11 કલાકના દરમિયાન અસહ્ય ગરમી અને પોલીસ જવાનોની ખડેપગે સેવા તથા ચૂંટણી સ્ટાફની કામગીરીને અંતે કેટલાક છૂટાછવાયો બનાવો, EVM ખોટવાયા સહિતની કેટલીક ફરિયાદો વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયુ હતુ. રાજ્ય ચૂંટણી પંચ સહિત તમામ રાજકીય પક્ષોએ મતદારોનો આભાર માન્યો હતો.                                                                                 

મતદાન સંપન્ન થયા બાદ મતદાન અધિકારીઓએ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં EVM સીલ કરીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફાળવાયેલા સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડીને તેને પણ સીલ મારી દીધા. હવે આજે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં 261 વોર્ડની 1 હજાર 101 બેઠકો માટેના 3 હજાર 145 ઉમેદવારો, 84 નગરપાલિકામાં 656 વોર્ડની 2 હજાર 239 બેઠકો માટે 5 હજાર 441 ઉમેદવાર, 34 જિલ્લા પંચાયતના 1 હજાર 38 બેઠકો માટે 3 હજાર 59 ઉમેદવાર, 260 તાલુકા પંચાયતના 4 હજાર 976 બેઠકો માટે 13 હજાર 871 ઉમેદવારો મળી આ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંસ્થાઓમાં કુલ 7 હજાર 253 વોર્ડની 9 હજાર 263 બેઠકો માટે ચૂંટણી જંગમાં રહેલા 25 હજાર 637 ઉમેદવારોના રાજકીય ભાવીનો આજે ફેંસલો થશે.                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

Embed widget