શોધખોળ કરો

ઠંડુ ઝેરઃ આઈસ ગોલા ખાતા પહેલા સાવધાન, સુરતમાં બરફ ગોલાના રંગ અખાદ્ય મળી આવ્યા

અડાજણની જયભવાની ડ્રાયફૂટ ડીશ ગોળાની ક્રીમ અને ધોડદોડના જીબી ફૂડસના રોયલ ચોક્લેટ સહિત અનેક નમૂના ખામીયુક્ત સામે આવ્યા છે.

Surat: સુરતમાં ઉનાળામાં ઠંડક આપતા આઈસ ગોલા ખાતા પહેલા સાવધાન થઈ જાવ. સુરતમાં બરફ ગોલાના રંગ અખાદ્ય અને આઈસ્ક્રીમમાં પામ ઓઈલ મળી આવ્યું. ગયા મહિને અલગ અલગ વિસ્તારોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાંથી 8 સંસ્થાના નમુનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. અડાજણની જયભવાની ડ્રાયફૂટ ડીશ ગોળાની ક્રીમ અને ધોડદોડના જીબી ફૂડસના રોયલ ચોક્લેટ સહિત અનેક નમૂના ખામીયુક્ત સામે આવ્યા છે. ફૂડ વિભાગના રિપોર્ટના આધારે હવે સંસ્થાના સંચાલક સામે પાલિકા ફરિયાદ દાખલ કરશે. સેમ્પલોમાં બરફગોળામાં વપરાયેલા રંગો અખાધ અને આઇસ્ક્રીમમાં પામ ઓઇલ જેવા પદાર્થો વપરાતા હોવાનું બહાર આવ્યું છે.

Surat: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા સામે સરકારની લાલ આંખ, લાખો રુપિયાનો સામાન કર્યો જપ્ત

સુરત: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે સરકારે લાલ આંખ કરી છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, મરચાં પાવડર, હળદર પાવડર, ધાણા જીરૂ પાવડર, ગ્રીન કલર, યલો કલર મળીને અંદાજીત રૂ. ૩,૯૮,૨૨૦/-નો આશરે ૩૦૫૭.૪ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સુરતના કડોદરા ખાતેથી જપ્ત કરાયો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

કોશિયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, તાજેતરમાં ગાંધીનગરની ફૂડ ટીમ દ્વારા મરચાં પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરુંમાં ચોખાની કુશકી તથા કલરની થતી ભેળસેળનું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડ આચરનાર વેપારી જૈન દિલીપકુમાર પુખરાજભાઈ, મે.જે.ડી એગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ૨૮-૨૯ સૃષ્ટી ઇન્ડ. એસ્ટેટ, મુ.કડોદરા, તા. પલાસાણા, જિ. સુરતની પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર મરચાં પાવડર, હળદર પાવડર તથા ધાણાજીરુ પાવડરનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. 

આ પેઢીમાં સઘન તપાસ હાથ ધરતા મરચા પાવડરમાં કલર તથા ચોખાની કુશ્કીની ભેળસેળ કરતાં હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત હળદર પાવડર અને ધાણા જીરૂમાં કલરની ભેળસેળ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટીએ જોવા મળતું હતું. જેમાં તપાસ દરમિયાન સ્થળ પર “OIL GREEN G CONC”નો ૮ કિલોગ્રામ જથ્થો તથા “OIL YELLOW M CONC” કલરનો ૯. ૪ કિલોગ્રામ જ્થ્થો સ્થળ પર જ હાજર સ્ટોકમાં પકડી પાડ્યો છે. વેપારી દ્વારા મરચાં પાવડર SUPER 7 DAYS RED CHILLIES Powder લેબલથી પેક કરતા હતા જેના પર ઉત્પાદક તરીકે "Super Seven Days Product, India" દર્શાવવામાં આવતું હતું, તેમજ ધાણા પાઉડર Hindava Brand Corrender Powder ના પેકીંગ ઉપર "Gujarat Agro Industries, Market Yard, Unjha (Gujarat)" ખોટું સરનામું છાપવામાં આવતું હતું. આમ, બંને પેકીંગ ઉપર ખોટું સરનામું દર્શાવીને પેકીંગ થતું હતું. 

વધુમાં સ્થળ પરથી મરચાં પાવડર-૦૨, હળદર પાવડર -૦૧ અને ધાણા જીરૂ પાવડર-૦૧, ગ્રીન કલર- ૦૧, યલો કલર- ૦૧ મળીને કુલ-૦૬ કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે જ્યારે બાકીનો આશરે ૩૦૫૭.૪ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. ૩,૯૮,૨૨૦/-(અંકે રુપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર બસ્સો વીસ) થવા જાય છે તે જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
IND vs AUS: 185 રનમાં ઓલઆઉટ ટીમ ઈન્ડિયા, વિરાટ કોહલી ફરી નિષ્ફળ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો,  આધાર કેન્દ્ર પર જવું પડશે
Aadhaar Update Rules: આધાર કાર્ડમાં મફતમાં અપડેટ નહી થાય આ બાબતો, આધાર કેન્દ્ર પર જવું પડશે
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Fact Check: બાંગ્લાદેશનો જૂનો વીડિયો પશ્ચિમ બંગાળના નામે વાયરલ, જાણો યૂઝર્સે શું કર્યો દાવો
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Health Tips: ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ, રોજ તમારા આહારમાં સામેલ કરો આ ડ્રાયફ્રૂટ્સ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Embed widget