શોધખોળ કરો
Advertisement
સુરતના કયા બે વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કાળો કેર? મનપાએ શું લીધો મોટો નિર્ણય?
બહારથી આવતા લોકોના ઘર બહાર પીળા કલરના સ્ટીકર લગાવશે. બહારથી આવતા લોકોને સાત દિવસ હોમ કોરોન્ટાઇન રહેવું પડશે. લીંબાયત અને કતારગામ ઝોનમાં કેસો વધ્યા છે. બંને ઝોનમાં અન્ય રાજ્યમાંથી લોકો વધુ આવે છે.
સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો 1400ને પાર થઈ ગયા છે. ત્યારે સુરતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. શહેરના લીંબાયત અને કતારગામ ઝોનમાં કેસો વધતા તંત્ર ચિંતિત બન્યું છે. આ વિસ્તારોમાં વધી રહેલા કોરોનાના કેસો અંકુશમાં લેવા માટે સુરત મનપાની બહારથી આવતા લોકો માટે સ્ટ્રેટેજી બનાવી છે.
બહારથી આવતા લોકોના ઘર બહાર પીળા કલરના સ્ટીકર લગાવશે. બહારથી આવતા લોકોને સાત દિવસ હોમ કોરોન્ટાઇન રહેવું પડશે. લીંબાયત અને કતારગામ ઝોનમાં કેસો વધ્યા છે. બંને ઝોનમાં અન્ય રાજ્યમાંથી લોકો વધુ આવે છે.
સુરતમાં ફરી જુલાઇ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતા તંત્ર ચિંતિત બન્યું છે. હીરા ઉદ્યોગમાં કેસ વધતા પાલિકા અને ડાયમંડ એસોસિએશનની મિટિંગ યોજાઇ હતી.
રત્નકલાકારોના ટેસ્ટ વધારવા માટે સુરત પાલિકાએ નિર્ણય કર્યો છે. તમામ રત્નકલાકારો ટેસ્ટ કરાવે તેવી સૂચના પણ આપવામમાં આવી છે. રત્નકલાકારો અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ટેસ્ટીંગ વધારવા માંગ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement