શોધખોળ કરો
Advertisement
‘લોકસભાની ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો’ આવું નિવેદન ગુજરાત ભાજપના કયા નેતા આપ્યું? જાણો વિગત
સુરતઃ માંગરોળના બણભા ડુંગર ખાતે પાંચ કરોડના ખર્ચે પ્રવાસન કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં ભાષણ આપતાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ કહ્યું હતું કે, પુલવામામાં જે રીતે પાકિસ્તાને કાયરતાપૂર્ણ કાર્ય કર્યું છે તેનાથી દેશભરમાં રોષ ફેલાયેલો છે. જેના માટે લોકસભાની ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં પણ એક શોકસભા થાય તેવો વળતો જવાબ આપવાની વાત ગણપત વસાવાએ કરી હતી.
ગણપત વસાવાએ કહ્યું હતું કે, ઉરી હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ ફરી પાકિસ્તાનને કરેલા અમાનવીય કૃત્યનો બદલો મોદી સરકાર જરૂર લેશે.
મોદી સરકારને સેના પર પુર્ણ ભરોસો છે એટલે તેમણે સેનાને છૂટ આપી દીધી છે. યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ એવો બદલો લો કે પાકિસ્તાન સીધું થઈ જાય અને જરૂર હોય તો ‘લોકસભાની ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો’ તેવું પણ તેમણે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement