Gujarat election 2022: વિદ્યાર્થીઓ કેનેડા જવાને બદલે કેનેડાવાળા ગુજરાત આવે એવું કામ કરવું છે: કેજરીવાલ
Gujarat assembly election 2022: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરતમાં હતા. જ્યાં તેમણે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો.
Gujarat assembly election 2022: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરતમાં હતા. જ્યાં તેમણે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. કેજરીવાલને કાપડ વેપારી અને શિક્ષણ પ્રથાથી પીડિત લોકોએ પ્રશ્ન કરી ફરિયાદ કરી હતી. કેજરીવાલે કહ્યું જેમ ચૂંટણીમાં વાત કરીએ એમ જ સરકાર બનાવ્યા બાદ પણ વાત કરીશું. જે વ્યાપારી ખુલીને વાત નથી કરી શકતો એ ક્યારેય આર્થિક પ્રગતિ કરી શકતા નથી. ખબર નહીં આપને કેટલાકને નોટિસ આવી જશે. ગુજરાતમાં ડરનો માહોલ છે.
pic.twitter.com/a1rjtQjiDg
વેપારીઓને @ArvindKejriwal ની 10 ગેરંટી
1⃣ડરનો માહોલ ખતમ કરીશું
2⃣સન્માન આપીશું
3⃣Raidરાજ ખતમ
4⃣Payment માં ધોખાધડી વિરુદ્ધ કાનૂન
5⃣Suratમાં Garment Hub
6️⃣MSME Loanને ₹1 Crore કરીશું
7️⃣સરળ GST
8️⃣Basic સુવિધાઓ આપીશું
9️⃣વીજળી સસ્તી
🔟Doorstep Services— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 27, 2022
લોકોને પૂછીએ છીએ કોને વોટ આપશો તો કહે છે ભાજપ. આ ભાજપ કહેવા વાળા બધા આપને વોટ આપશે. વ્યાપારીઓ સાથે ગુંડાગીરી કરે છે. આપ આવશે તો કાપડ વ્યાપારીને સાથ આપશે. સરકાર વ્યાપારીઓ સાથે ચોર હોય તેમ વ્યવહાર કરે છે. આપ તમને સન્માન આપશે. કાપડ વ્યાપારીઓની સમસ્યા ઉકેલવામાં સ્પેશ્યલ કાયદો બનાવીશું. વ્યાપારીઓ પેમેન્ટની પરેશાનીથી પરેશાન છે તે પણ દૂર કરીશું,
સુરતને આખા દેશનું ગારમેન્ટ હબ બનાવવામાં આવશે. માર્કેટને મોર્ડન બનાવવામાં આવશે. MSME નો લાભ વ્યાપારીઓને લાભ મળતો નથી. વ્યાપારીઓ માટે 1 કરોડની લિમિટ રાખવામાં આવશે. Gst રેટ ને રાજ્ય કક્ષાએ સિમ્પલીફાઈ કરાશે. વીજળીનો રેટ સસ્તો કરવામાં આવશે. 1076 નંબર દિલ્લીમાં જાહેર કરાયો છે. જેમાં સરકારી કર્મચારી ઘરે આવી કામ કરી જાય છે. કોઈ દલાલને રિસ્વત આપવાની જરૂર નથી. આ પ્રથા ગુજરાતમાં લાવવામાં આવશે
સરકારી કચેરી ભૂલી જજો,સરકાર તમારા ઘરે આવશે. બધી સ્કૂલો ખરાબ નથી. પણ મોટા ભાગની સ્કૂલ ફ્રોડ કરે છે. ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ કમાઈ કરી શકતી નથી. સ્કૂલ વાળા 40 થી 50 કરોડની FD કરાવી બેઠા છે. અમે દિલ્લીમાં FD તોડાવી વાલીઓને ફી પરત કરાવી છે. દિલ્લીમાં 7 વર્ષથી સ્કૂલ ફી વધારવા દીધી નથી. આપની સરકાર બનાવી દો, 5 વર્ષ સુધી કોઇ સ્કૂલ ફી વધારી શકશે નહીં. વિદ્યાર્થીઓ યુક્રેન જાય છે. આપણો દેશ આટલો મોટો છે છતાં વિદ્યાર્થીઓ ભણવા બહાર જાય ? કેનેડા જવાને બદલે કેનેડા વાળા ગુજરાત આવે એવું કામ કરવું છે.
લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કેટલાક લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે.
કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- BJP બોખલાયેલી છે, હુમલા કરવામાં આવે છે. રસ્તા પર જાવ અને પૂછો કોને વોટ આપશો ? કોઈ કહે BJP, કોઈ કહે આપ, જે BJP ની વાત કરે એની સાથે 5 મિનિટ વાત કરો. એ પણ કહે આપને વોટ આપીશું. ગુજરાતમાં પહેલી વખત જોવા મળી રહ્યું છે કે લોકો ડરેલા છે, આપને વોટ આપીશું એમ કહેતા ડરે છે. કોંગ્રેસનું નામોનિશાન નથી.
27 વર્ષના કુસાશન બાદ લોકોને રાહત મળશે. ગુજરાતના સરકારી કર્મચારીઓને આશ્વાસન આપું છું કે આપની સરકાર બનશે તો 31 જાન્યુઆરીના રોજ ઓલ્ડ પેંશન સ્કીમ લાગુ કરવામાં આવશે. પોલીસ,સ્ટેટ ટ્રાન્સપોર્ટ,અર્ધ સરકારી,તલાટી સહિત ના લોકો નો ગ્રેડ પેની સમસ્યા છે આ તમામને આશ્વાસન આપીએ છીએ કે અમે તમામ કર્મચારીઓની સમસ્યાનો ઉકેલ લાવીશું.