શોધખોળ કરો

સુરતમાં ફરી હીરાના કારખાના થયા ધમધમતા, રત્નકલાકારો કેવી રીતે કરી રહ્યા છે કામ?

એક હીરાની ઘંટી પર 2 રત્નકલાકારો કામ કરી રહ્યા છે. તેમજ સંક્રમણ ન ફેલાય તે માટે વચ્ચે પ્લાયવુડનું પાટિયા મારવામાં આવ્યું છે.

સુરતઃ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે નવી ગાઇડલાઇન સાથે આજે ફરીથી હીરાના કારખાના ધમધમતા થઈ ગયા છે. કોરોના સંક્રમણને કારણે હીરા ઉદ્યોગની કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. એબીપી અસ્મિતાએ હીરાના કારખાનાની જાતે મુલાકાત લીધી હતી, જેમાં આ બાબતો જાણવા મળી હતી. એક હીરાની ઘંટી પર 2 રત્નકલાકારો કામ કરી રહ્યા છે. તેમજ સંક્રમણ ન ફેલાય તે માટે વચ્ચે પ્લાયવુડનું પાટિયા મારવામાં આવ્યું છે. કોરોના સંક્રમણને લઈ ફૂલ એસી પ્લાન્ટમાં બારી બારણા ખુલ્લા રાખવામાં આવે છે. સરકારની ગાઈડલાઈન મુજબ હીરા ઉદ્યોગ ધમધમતું થયું છે. સુરતમાં ફરી હીરાના કારખાના થયા ધમધમતા, રત્નકલાકારો કેવી રીતે કરી રહ્યા છે કામ? જાણો શું છે હીરા ઉદ્યોગ માટેની ગાઇડલાઇન? શહેરમાં કોરોનાના કહેર વચ્ચે આજથી હીરા બજાર અને કારખાનાઓ હવે બપોરે 12થી સાંજે 6 વાગ્યા ધમધમતા થશે. કોર્પોરેશન દ્વારા 1લી ઓગસ્ટથી કોરોનાની સારવાર લઈ સાજા થઈ ચૂકેલા રત્નકલાકારોને કામ કરવાની છૂટ આપી છે. કોરોનામાં સાજા થયેલા 2 રત્નકલાકારોને એક ઘંટી પર બેસવાની અનુમતિ આપવામાં આવી છે. પાલિકા કમિશ્નર દ્વારા પરમિશન આપવામાં આવી છે. એન્ટી બોડી ટેસ્ટ કરાવી એક ઘંટી પર 2 રત્નકલાકાર કામ કરી શકશે. સુરત બહારથી આવનાર કામદારોનો ફરજીયાત એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવશે. એન્ટી બોડી હશે તોજ કામ કરવા દેવાની પરમિશન આપવામાં આવશે. સિનિયર સીટીઝનમાં કોરોના ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. રિવર્સ ક્વોરોન્ટાઇન પદ્ધતિથી વડીલોને રાખવામાં આવે. અઠવા, રાંદેર, ઉધનામાં સૌથી વધારે કેસ છે, ત્યારે 95થી ઓછું ઓક્સિજન હોય તેવા લોકો ફરજીયાત હોસ્પિટલમાં દાખલ થાય. કોઈપણ ચૂક એ મોત નિપજાવી શકે છે. ટ્રેનમાં 4000થી વધુ કામદાર સુરતમાં આવે છે, તેમને 7 દિવસ કોરોન્ટાઇન કર્યા બાદ કામે રાખવામાં આવે, તેમ સુરત પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. સુરતમાં ફરી હીરાના કારખાના થયા ધમધમતા, રત્નકલાકારો કેવી રીતે કરી રહ્યા છે કામ?

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Embed widget