Surat: રત્ન કલાકાર અને ડૉક્ટરને હનીટ્રેપમાં ફસાવ્યા, પોલીસે ત્રણ મહિલા સહિત 11 લોકોની ગેંગને આ રીતે ઝડપી
સુરતના રત્નકલાકાર અને ડૉક્ટરને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનારી ત્રણ મહિલા સહિત કુલ 11 લોકોની ગેંગને ઝડપી પાડવામાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.
સુરત: સુરતના રત્નકલાકાર અને ડૉક્ટરને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનારી ત્રણ મહિલા સહિત કુલ 11 લોકોની ગેંગને ઝડપી પાડવામાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.
સુરતના રૂઘનાથપુરામાં રત્નકલાકાર રહેતા યુવાનને થોડા દિવસ અગાઉ કારખાનામાં રજા હોવાથી કામરેજ ચાર રસ્તા પાસે ફરવા આવતાં એક મહિલાએ લિફ્ટ માંગી રત્નકલાકાર સાથે વાતચીત કરી મોબાઈલ નંબર લઈને કેનાલ રોડ પર ઊતરી ગઈ હતી. બાદમાં મહિલાએ ફરવા જવા માટે રત્નકલાકારને ફોન કરીને જણાવતાં બાઈક પર ગલતેશ્વર ફરવા માટે જતાં રસ્તામાં નહેર પાસે બાઈક ઊભી રાખતાં હનીટ્રેપ કરતી ટોળકીએ રત્નકલાકારને માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહિ મોબાઈલ ફોન લઈને ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ લઈને કેન્ડલવૂડ શોપિંગ પાસે આરતી પટેલ નામની યુવતીએ રૂપિયા 6000નું પેટ્રોલ તેમજ હાઈપર માર્ટમાં 48,317, રોકડા 18000 રુપિયા ઉપાડી લીધા હતા.
સમગ્ર મામલે રત્ન કલાકારે આ હનીટ્રેપની ટોળકી વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, જ્યારે આ ટોળકી દ્વારા અમરોલીના ડોક્ટરને પણ ફેસબુકમાં મેસેજ કરીને વાવ ખાતે આવેલા એક શોપીંગ સેન્ટર પાસે બોલાવી નજીકમાં જ રિદ્ધિ એપાર્ટમેન્ટમાં મિત્રના ફ્લેટ પર લઈ જઈ રૂમમાં વાતચીત કરવા માટે લઈ ફસાવી દઈ ચપ્પુ બતાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ડોકટર પાસેથી રોકડા રૂપિયા 1 લાખ તેમજ ડોક્ટરના મિત્ર પાસેથી રૂપિયા 50000 લઈ લેતાં આ ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ટોળકીના ત્રણ મહિલા સહિત 11 ઈસમોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. પોલીસે બે ફોર વ્હીલર ,ચાર મોટર સાયકલ,12 મોબાઈલ મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Surat: આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ
આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ છે. એટીએસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મદદથી મહિલાને ઝડપી લેવામાં આવી હતી. શહેરના લાલગેટ વિસ્તારમાંથી ‘ સુમેરા નામની મહિલાની અટકાયત કરીને Ats પોરબંદર લઈ ગઈ. પોરબંદરમાં પણ એટીએસે એ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં બે લોકોની અટકાયત કરાઈ હતી. જેમની પૂછપરછ માં સુરતની મહિલાનું નામ બહાર આવ્યું હતું.
બે સંતાનોની માતા પિતાને આવી હતી મળવા
સુમેરા કન્યા કુમારીથી સુરત પોતાના પિતાને મળવા આવી હતી. સુમેરા બે સંતાનોની માતા છે. મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે. એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલી મહિલાના દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં લગ્ન થયા હતા. બે સંતાનોની માતા એવી આ મહિલા હાલ તેના પરિવારને ત્યાં આવી હતી.
ભારત કે અન્ય દેશમાં હુમલાનો ઈરાદો હતો ?
મહિલાની ઈરાન થઈ અફઘાન જવાની યોજના હતી. પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસન પ્રોવિન્સ અફઘાન, પાકિસ્તાન અને તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં કાર્યરત છે. અટકાયતમાં લેવાયેલા શકમંદો વિશે કહેવાય છે કે, તેઓ પહેલાં ઈરાન ત્યાંથી અફધાનિસ્તાનમાં જવાની પેરવીમાં હતા. આ પ્રદેશોમાં તાલીમ મેળવીને પરત આવી ભારતમાં કે અન્ય દેશોમાં હુમલા કરવાના ઈરાદા હતા. હાલ ATS ની ઓપરેશનની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.