શોધખોળ કરો

Crime News : અનાજ કિટના નામે કરોડોની છેતરપિંડી, રોષે ભરાયેલા લોકોએ કચેરી પહોંચી કરી તોડફોડ

સુરત શહેરમાં અનાજના કિટ આપવાની લાલચ આપીને છેતરપિડી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. પીડિત લોકો કે. એસ. ડિજિટલ ગ્રૂપ ડિજિટલની ઓફિસ પહોંચી રોષ ઠાલવ્યો હતો.

Crime News :સુરત શહેરમાં કે.એસ.ડીજીટલ ગ્રુપ દ્વારા લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાના આક્ષેપ થયો છે. કે.એસ.ડીજીટલ ગ્રુપ દ્વારા લોકોને અનાજની કીટના નામે અનેક લોકો પાસેથી રૂપિયા લઈને અનાજની કીટ કે રૂપિયા પરત ના આપતા લોકો રોષે ભરાયા હતા. અગાઉ પણ આ મામલે વિરોધ થઇ ચુક્યો છે ત્યારે આજે પુણા વિસ્તારમાં લોકોનો વિરોધ સામે આવ્યો હતો. પુણા વિસ્તારમાં આવેલી કે.એસ.ડીજીટલ ગ્રુપની ઓફિસે રોષે ભરાયેલા  લોકો એકઠા થયા હતા અને વિરોધ સાથે હોબાળો મચાવ્યો હતો


K S ડિજિટલ ગ્રુપ દ્વારા હજારો લોકો સાથે કરોડની  ઠગાઈ કરી છે. સુરતમાં કે.એસ. ગ્રુપે પ્રતિ વ્યક્તિ  પાસેથી 7 હજાર રૂપિયા લઈ અનાજની કીટ આપવાની લાલચ આપી હતી. જો કે પૈસા લીધા બાદ અનાજની કીટની ન આપતા લોકો રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં લોકો K S ગ્રુપના ઓફિસ પર પહોંચી હોબાળો કર્યો હતો. લોકો સાથે અનાજની કીટના નામે કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે.

Surat: 2.50 લાખની રોકડ લૂંટીને ફરાર થયા હતા, પોલીસે બે શખ્સોની ધરપકડ કરી

સુરત:  સુરતના લિંબાયત વિસ્તારમાં લૂંટના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.  શહેરના લિંબાયત વિસ્તારમાં ચાર દિવસ પહેલાં બાઈક પર આવી 3 શખ્શો મની ટ્રાન્સફરની એક દુકાનમાં ઘૂસ્યા હતા.  દુકાનદારને પિસ્તોલ બતાવી ત્રણેય શખ્શ ટેબલના ખાનામાંથી 2.50 લાખ રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા.  તેમની આ કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

ચાર જ દિવસમાં પોલીસે સોનુ વર્મા અને અભિષેક સિંહ નામના બે શખ્શને દબોચી લીધા છે.   સન્ની નામનો શખ્સ હજુ ફરાર છે.  આરોપી સન્ની થોડા દિવસ પહેલાં જ ડિંડોલી વિસ્તારમાં મની ટ્રાન્સફર કરાવવા ગયો હતો.  આ સમયે તેણે રૂપિયાના બંડલો જોઈ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.  અલગ-અલગ જગ્યાએ રેકી કરી હતી.  અંતમાં લીંબાયત વિસ્તારમાં લૂંટને અંજામ આપ્યો હતો. 

Gujarat:  મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થશે અનેક ખુલાસા

મહાઠગ કિરણ પટેલના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.  પોતાને PMOના અધિકારી ગણાવતા મહાઠગ  કિરણ પટેલને ગત મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ તેને ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કાશ્મીરથી  7 એપ્રિલે અમદાવાદ લાવ્યા બાદ આજે 8 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે મહાઠગ કિરણ પટેલના 15 એપ્રિલ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

કિરણ પટેલ સામે 5 ગુનામાં તપાસ ચાલી રહી છે. ત્યારે હવે રિમાન્ડ મંજૂર થતા ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલની આકરી પૂછપરછ કરી શકે છે. જે પછી મોટા ખુલાસા થવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદMehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યાAhmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલBhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Embed widget