શોધખોળ કરો
Advertisement
સુરતઃ લોકોની નજર સામે જ યુવકે મિત્રની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, સામે આવ્યા સીસીટીવી
સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ વેડરોડ ખાતે ગઈ કાલે સાંજે ધમાલ ચકડી મચી હતી. વેડરોડ વિસ્તારમાં આવેલ પ્રાણનાથ હોસ્પિટલ પાછળ રહેતો અમિત જાળીયા આ જ વિસ્તારમાં ત્રિવેણી સોસાયટીમાં રહેતા પરેશ નામના યુવાન સાથે કોઈ બાબતે ઝગડો થયો હતો.
સુરતઃ શહેરના વેડરોડ વિસ્તારમાં યુવકનું છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મિત્રે જ મિત્રને છરીના ઘા મારીને પતાવી દીધો છે. યુવાનની હત્યાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગીયા પર દોડી જઈને તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાને લઇને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવકની અંગત અદાવતમમાં હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.
સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ વેડરોડ ખાતે ગઈ કાલે સાંજે ધમાલ ચકડી મચી હતી. વેડરોડ વિસ્તારમાં આવેલ પ્રાણનાથ હોસ્પિટલ પાછળ રહેતો અમિત જાળીયા આ જ વિસ્તારમાં ત્રિવેણી સોસાયટીમાં રહેતા પરેશ નામના યુવાન સાથે કોઈ બાબતે ઝગડો થયો હતો. જોકે, પરેશે અમિતને ઠપકો આપ્યો હતો, તે વાતનું લાગી આવતા અમિત ચપ્પુ જેવા હથિયાર સાથે પરેશને મારવા તેની સોસાયટીમાં પહોંચી ગયો હતો.
જોકે અમિત ચપ્પુ લઇને જતા સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા અને અમિત સમજવાનો પ્રયાસ કર્યા હતો, પણ અમિત કોઈ બાબતે સમજવા ત્યાર ન હતો અને ચપ્પુ સાથે સમગ્ર વિસ્તારમાં ધમાલ ચકડી મચાવી હતી. જોત જોતામાં અમિતે પરેશને ચપ્પુ મારી દેતા પરેશ ગંભીર રીતે ઇજા થયો હતો.
સ્થાનિક લોકો પરેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે પરેશે તબીબો સારવાર કરે તે પહેલાં જ દમ તોડી નાખ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી ગઈ હતી. બીજી બાજુ ચપ્પુના ધા મારી અમિત ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પરેશના મોતના સમાચાર સમગ્ર વિસ્તારમાં ફરી વળતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી. યુવાનની હત્યા લઇને સમગ્ર વિસ્તાર લોકોમાં રોષ ફાટી નીકળે તે પહેલાં આરોપીને પકડી પાડવા અલગ અલગ ટિમ બનાવી આરોપી પકડી પડવાની કવાયત હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement